Friday, July 19, 2024
Google search engine
HomeGujaratગલી ગલીએ કોલસો વેચતા હતા અમદાવાદના આ મહિલા, આજે લક્ઝુરિયર્સ કાર-બંગલાના છે...

ગલી ગલીએ કોલસો વેચતા હતા અમદાવાદના આ મહિલા, આજે લક્ઝુરિયર્સ કાર-બંગલાના છે માલિક

અમદાવાદઃ આજે દરેક વ્યક્તિ એકબીજાને ફ્લેક્સિબલ બનવાની વાત કરે છે. લોકો નવી નવી તકો શોધી રહ્યાં છે. જોકે, સફળતા તો અનેક સંઘર્ષ કર્યા બાદ જ મળે છે. કેટલાંક લોકોને સંઘર્ષ અન્ય માટે પ્રેરણા બની જાય છે. આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું, તે એક સમયે કોલસા વેચતી હતી અને આજે લક્ઝૂરિયસ કારની માલિક છે.

સવિતાબેન દેવજીભાઈ પરમાર આમ તો સવિતાબેન કોલસાવાળા તરીકે જ લોકપ્રિય છે. આજે તેઓ દેશ-વિદેશમાં પોતાની સફળતાને કારણે જાણીતા છે. જોકે, એક સમય એવો પણ હતો કે સવિતાબેન ચાલીને ઘેર-ઘેર કોલસા વેચતા હતા. આજે તેઓ કરોડપતિ બની ગયા છે. ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં જન્મેલા સવિતાબેન સાવ ગરીબ ઘરમાંથી આવતા હતા. તેમના પતિ અમદાવાદની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડક્ટરની નોકરી હતા હતા. જોકે, આ પગારમાંથી પૂરા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. આ જ સમયે સવિતાબેને નક્કી કર્યું કે તે આ રીતે તો જીવન પસાર કરશે નહીં.

જોકે, સવિતાબેને અનેક જગ્યાએ કામ શોધ્યું, પરંતુ અભણ હોવાને કારણે ક્યાંય કામ મળ્યું નહીં. ત્યારબાદ તેમણે પોતાની રીતે કામ કરશે, તે નક્કી કર્યું. સવિતાબેનના મમ્મી પપ્પા કોલસો વેચવાનું કામ કરતા હતા. સવિતાબેને પણ કોલસો વેચવાનું શરૂ કર્યું. કોલસાની ફેક્ટરીમાંથી સળગેલો કોલસો વીણ્યો અને પછી તેને ઘેર-ઘેર વેચવા લાગ્યા.

જોકે, ફેક્ટરીના માલિક સવિતાબેનને ઘણાં જ હેરાન કરતા હતા. કેટલાંક વેપારી કહેતા કે આ તો એક દલિત મહિલા છે, ક્યાંક ફેક્ટરીનો માલ લઈને ભાગી ના જાય. જોકે, સવિતાબેને હિંમત હાર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું. કોલસો લેતા ગ્રાહકો વધી ગયા અને તેમને ધીમે ધીમે નફો થવા લાગ્યો. આ રીતે તેમણે એક નાનકડી દુકાન ખોલી. દુકાન ખોલ્યાના થોડાં મહિના બાદ તેમને નાના કારખાનાઓમાંથી કોલસાનો ઓર્ડર મળવા લાગ્યો. એક દિવસ સિરામિક કંપનીએ મોટો ઓર્ડર આપ્યો હતો. 1991માં સવિતાબેને સ્ટર્લિંગ સિરામિક્સ લિમિટેડ કંપનીની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આ કંપની સિરામિક્સ ઉત્પાદનોની નિકાસ કરે છે.

સવિતાબેનનું નામ દેશની સફળ મહિલાઓની યાદીમાં સામેલ છે. એક સમયે ચાલતા ચાલતા લોકોના ઘરે કોલસો વેચતા એ સવિતાબેન આજે ઓડી, બીએમડબલ્યૂ ને મર્સિડીઝ કારમાં ફરે છે. એક અભણ મહિલાએ આજે દેશ-વિદેશમાં નામના મેળવી છે.

RELATED ARTICLES

4 COMMENTS

 1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of knowledge and let your imagination soar! ✨ Don’t just enjoy, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ✨

 2. Що робить рюкзак тактичним
  Міфи та правда
  купити рюкзак тактичний [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]купити рюкзак тактичний[/url] .

 3. Воєнторг
  18. Обмундирование и снаряжение для полевых условий
  армійський магазин [url=https://voentorgklyp.kiev.ua/]армійський магазин[/url] .

 4. безопасно,
  Современное оборудование и материалы, для крепких и здоровых зубов,
  Профессиональное лечение и консультации, для вашей улыбки,
  Бесплатная консультация и диагностика, для вашего комфорта и уверенности,
  Эффективное лечение зубов и десен, для вашего долгосрочного удовлетворения,
  Профессиональная гигиена полости рта, для вашего комфорта и удовлетворения,
  Индивидуальный план лечения для каждого пациента, для вашей уверенной улыбки
  візит до стоматолога [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments