પ્રેમમાં પાગલ યુવકે કિન્નર સાથે કર્યા લગ્ન, પરિવારને લાગ્યો જોરદાર આંચકો

National

સીવાનઃ બિહારના મૈરવાના સીવાનમાં કિન્નરના પ્રેમમાં પાગલ એક યુવકે તમામ બંધનોતોડીને પોતાની કિન્નર પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. લગ્નનો એક વીડિયો વાઇરલ થયો છે. આ જ કારણે આ લગ્ન ચર્ચામાં આવ્યા છે.

મૈરવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લંગડપુરા ગામમાં રહેતા લૂટન રાજભરના 24 વર્ષીય પુત્ર વિકાસનો પ્રેમસંબંધો ગામમાં જ રહેતા રોહિત ગોંડ નામના કિન્નર સાથે હતા. તેમના પ્રેમસંબંધો છેલ્લાં છ મહિનાથી ચાલતા હતા.

બંને પ્રેમમાં એ હદે પાગલ હતા કે બે દિવસ પહેલાં જ લગ્ન કર્યા હતા. વિકાસ રાજભર કિન્નરોની સાથે જ રહે છે. તે તેમની સાથે ઢોલ વગાડે છે. સાથે રહેતા રહેતા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો.

પરિવારને કંઈ જ ખબર નથીઃ વિકાસના પરિવારને તેના લવ અફેર અંગે પહેલાં કોઈ માહિતી નહોતી. ત્યાં સુધી કે તેણે લગ્ન અંગે પણ ઘરમાં કોઈને કંઈ જ કહ્યું નહોતું. તેણે ઘરેથી ભાગીને ગોપાલગંજના મીરગંજમાં લગ્ન કર્યા હતા. વીડિયો વાઇરલ થયા બાદ પરિવારને આંચકો લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *