Saturday, April 13, 2024
Google search engine
HomeNationalઆ વિચિત્ર જીવ મોટે મોટા પથ્થરો ખાઈ જાય છે, અંદર બનાવી દે...

આ વિચિત્ર જીવ મોટે મોટા પથ્થરો ખાઈ જાય છે, અંદર બનાવી દે છે સુરંગ

નવી દિલ્હીઃ અનેક જાનવર એવા હોય છે કે જેના દાંત એકદમ તિક્ષ્ણ હોય છે અને તે એક જ વારમાં પોતાના શિકારનો જીવ લઈ લે છે. જોકે, વૈજ્ઞાનિકોએ હાલમાં એક એવો જીવ શોધ્યો છે, જેના દાંત લોખંડના બનેલા છે. સામાન્ય રીતે તમામ સજીવોના દાંત કેલ્શિયમના હોય છે. આ જીવના દાંતમાં દુલર્ભ લોખંડની ધાતુ જોવા મળે છે. આ દાંતથી તે પથ્થર ખાય છે. જાણીએ આ વિચિત્ર જીવ અંગે.

સૌથી નવાઈની વાત એ છે કે આ ગોકળગાયની પ્રજાતિનો જીવ છે. સામાન્ય રીતે ગોકળગાય એકદમ નરમ હોય છે, પરંતુ આજીવના દાંતમાં કઠોરતા છે. આ જીવને લોકો પ્રેમથી વેડરિંગ મીટલોફ કહીને બોલાવે છે. વૈજ્ઞાનિક નામ ક્રિપ્ટોશિટોન સ્ટેલેરી છે. સામાન્ય રીતે તે પથરાળ વિસ્તારમાં જોવા મળે છે. આ જીવના દાંત તથા તેના ભોજનની રીત જોઈને વૈજ્ઞાનિક પણ મોંમાં આંગળાં નાખી ગયા છે.

સામાન્ય ભાષામાં વેડરિંગ મીટલોફને ‘ભટકતો માંસનો લોચો’ કહી શકાય છે, કારણ કે તે માંસના ટુકડા જેવું ભૂરા લાલ રંગનું દેખાય છે, પરંતુ તે વૈજ્ઞાનિક ભાષામાં યોગ્ય નથી. વૈજ્ઞાનિકોને આ જીવના દાંતમાંથી દુર્લભ લોખંડ સાટબારબરાઈટ મળ્યું છે. આ જીવના શરીરની આકૃતિ લંબગોળ છે. ઉપરની તરફ કેલ્શિયમથી બનેલું મજબૂત પડ હોય છે. જેની વધુમાં વધુ લંબાઈ 14 ઈંચ સુધીની હોય છે.

ઈલિનોય સ્થિત નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના શોધકર્તા તથા એસોસિયેટ પ્રોફેસર ડર્ક જોસ્ટરે કહ્યું હતું કે વેડરિંગ મીટલોફ પથ્થર ખાઈ શકે છે. ગમે તેવા પથ્થરને પોતાના દાંતથી ખાઈને તેને સુરંગ જેવો બનાવી દે છે. આ દાંતની અંતર દુર્લભ લોખંડ સેન્ટાબારબરાઈટમાં પાણીની માત્ર વધુ હોય છે. તેમ છતાંય તેમાં ઓછા પ્રમાણમાં ઘન લોખંડ તો રહેલું જ છે.

ડર્ક જોસ્ટરે કહ્યું હતું કે સેન્ટાબારબરાઈટ હોવાને કારણે જ વેડરિંગ મીટલોફના દાંત એકદમ મજબૂત છે. આ જીવને જાયન્ટ પેસિફિક શિટોન અથવા જાયન્ટ ગમબૂટ શિટોન પણ કહેવામાં આવે છે. આ ગોકળગાયની એક પ્રજાતિ છે, જે સામાન્ય ગોકળગાય કરતાં મોટી હોય છે. આ પ્રજાતિના શરીર પર કેલ્શિયમના અનેક પડ હોય છે. શરીર લંબગોળ હોય છે.

પ્રોફેસર ડર્કે કહ્યું હતું કે શિટોન પોતાના કડક દાંત માટે જાણીતું છે. જોકે, આ દાંત બહુ જ નરમ શરીરમાં હોય છે. તેની જીભને રેડુલા કહેવામાં આવે છે, જે એકદમ નરમ હોય છે. જ્યારે તે પથ્થરને શોધે છે, ત્યારે દાંત બહાર આવે છે. તે માત્ર પથ્થર પર ચોંટેલી વસ્તુ કે જીવોનો જ નથી ખાતા, પરંતુ આસપાસના પથ્થર પણ ખાઈ જાય છે.

ડર્ક અને તેની ટીમ પહેલાં પણ શિટોનના દાંત પર અભ્યાસ કર્યો હતો, પરંતુ આ વખતે તેણે દાંતના મૂળિયાનો અભ્યાસ કર્યો છે. આને સ્ટાઈલસ કહેવામાં આવે છે. અહીંયા લોખંડ ટિશ્યૂથી ચીપકેલું હોય છે. ડર્ક તથા તેની ટીમને માઈક્રોસ્કોપની નીચે દાંતની રચનાનો અભ્યાસ કર્યો તો સ્પષ્ટ રીતે સેન્ટાબારબરાઈટ જોવા મળ્યું હતું. ડર્કે કહ્યું હતું કે આ જીવ પોતાના તમામ દાંતોનો ઉપયોગ એક સમયે કરે છે. માણસ તથા અન્ય જીવની જેમ અલગ અલગ દાંતોનો ઉપયોગ અલગ અલગ રીતે કરતો નથી. જમતા સમયે તમામ દાંત એક સાથે કામ કરે છે. આ અભ્યાસ 31 મેના રોજ પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થઈ હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! ? ? into this cosmic journey of knowledge and let your imagination roam! ? Don’t just explore, experience the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page