Sunday, April 14, 2024
Google search engine
HomeNationalઘરમાં લગાવી દો આ એસી ને આખી જિંદગી નહીં ભરવું પડે કોઈ...

ઘરમાં લગાવી દો આ એસી ને આખી જિંદગી નહીં ભરવું પડે કોઈ બિલ કે નહીં આવે કોઈ ખર્ચો

નવી દિલ્હીઃ હાલમાં ચોમાસાની સિઝન ચાલે છે, પરંતુ હજી સુધી અમદાવાદમાં જોઈએ તેવો વરસાદ પડ્યો નથી અને તેને કારણે બફારો છે. ઘરમાં સતત એસી ચલાવવું પડે તેમ છે. જોકે, વીજળીના બિલની ચિંતા કર્યા વગર અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર એસીનો ઉપયોગ કરવા માગતા હોય છે. આ માટે સોલાર એનર્જીથી એસી ચલાવવું બેસ્ટ વિકલ્પ છે. શું છે સોલાર એસી, જેનું બિલ સાવ નગણ્ય આવશે.

શું છે સોલાર એસી? મધ્યમવર્ગીય પરિવાર એસી તો ખરીદી લે છે, પરંતુ બિલને કારણે ઉપયોગ ઓછો કરે છે. જો તમારે ટેન્શન વગર એસીનો ઉપયોગ કરવો હોય તો ઘરમાં સોલાર એસી લગાવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે 1 ટન સોલાર એસીની કિંમત અંદાજે 1 લાખ રૂપિયાની આસપાસ છે. વીજળીથી ચાલતા એસી કરતાં સોલાર એસી ત્રણ ગણાં મોંઘા છે. જોકે, એકવાર સોલાર એસીની ખરીદી કરી લેવામાં આવે તો પછી તેને સર્વિસની ઝંઝટ રહેતી નથી અને વીજળીનું બિલ પણ બહુ ભરવું પડતું નથી. સોલાર એસીમાં રહેલા ફીચર્સ ઘણાં જ સસ્તા તથા ટકાઉ છે. સોલાર એસીની ખરીદી પર રાજ્ય સરકાર સબસિડી પણ આપે છે.

મેઇનટેઇન્સ ખર્ચ પણ ઓછોઃ સામાન્ય રીતે એસીને દર વર્ષે સર્વિસ કરાવવી પડે છે. આ સાથે જ કૂલિંગ ગેસ પણ પૂરો થાય છે. આ જ કારણે એસી થોડું મોઘું પડે છે. સોલર એસીનું મેઇનટેઇન્સ વધારે હોતું નથી. સોલાર એસીની પેનલ પ્લેટ તથા ડીસીથી એસ કન્વર્ટર પણ મળએ છે. આ જ કારણે એસીને વીજળી વગર સરળતાથી ચલાવી શકાય છે.

સોલર પેનલ પ્લેટને ધાબે લગાડી શકાય છે. જ્યાં તડકો વધારે આવતો હોય ત્યાં આ પ્લેટ લગાડવાની હોય છે. તડકાથી વીજળી બનશે અને એસી ઘરને ઠંડું કરશે. સોલાર એસીની સાથે ડીસી બેટરી પણ હોય છે. બેટરીની મદદથી સોલર પ્લેટ્સ ચાર્જ પણ કરી શકાય છે.

હાઇબ્રિડ સોલાર એસી પણ સારો વિકલ્પઃ સોલાર એસીને બદલે તમે હાઇબ્રિડ સોલાર એસી પણ લઈ શકો છે. આ એસી વીજળીથી ચાલતા એસીની જેમ કામ કરે છે. પરંતુ ગ્રાહકની પાસે હાઇબ્રિડ સોલાર એસી ચલાવવાના ત્રણ વિકલ્પ હોય છે. આ એસી પાવર, બેટરી બેકઅપ તથા સીધું વીજળીથી ચલાવી શકાય છે. દોઢ ટન એસીની કિંમત 1.39 લાખ રૂપિયા છે. આ કિંમતમાં સોલર પેનલ, સોલર ઇન્વર્ટર તથા અન્ય સામાનની કિંમત સામેલ છે.

વીજળીવાળા એસી ખર્ચાળઃ સામાન્ય રીતે નોર્મલ એસી ચલાવવા માટે 20 યુનિટ સુધી વીજળી ખર્ચ થાય છે. આ હિસાબે મહિને 600 યુનિટનો ખર્ચ થાય છે. પ્રત્યેક યુનિટ માટે 6થી 7 રૂપિયા ચૂકવવા મળે છે. આ રીતે એક મહિનાનું વીજળી બિલ 3600-4200 રૂપિયા સુધી આવે છે.

આ હિસાબે જો વર્ષમાં આઠ મહિના એસી ચલાવવામાં આવે તો 28800થી 33600 રૂપિયા સુધી વીજળીનું બિલ આવી શકે છે. જો આ ખર્ચમાં એસીની કિંમત પણ જોડી દેવામાં આવે તો 68800થી 73600 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આ સાથે જ સામાન્ય એસી પર્યાવરણને નુકસાન કરે છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, savor the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the realms of awe! ?

  2. I participated on this online casino site and managed a considerable cash, but eventually, my mother fell ill, and I required to cash out some earnings from my casino account. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom died due to the casino site. I plead for your support in reporting this website. Please assist me in seeking justice, so that others won’t experience the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I participated on this online casino site and won a substantial amount, but after some time, my mom fell ill, and I required to cash out some money from my casino account. Unfortunately, I encountered problems and could not finalize the cashout. Tragically, my mom passed away due to such casino site. I request for your support in lodging a complaint against this site. Please help me to obtain justice, so that others do not face the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page