94 વર્ષના કાચબા સાથે મળશે 4BHKનો ભવ્ય બંગલો તદ્દન મફત

Featured International

વિલ્ટશાયરઃ જો તમે પોતાનું ઘર લેવાનું સપનું જોઈ રહ્યા છો તો, તમારી આ ઇચ્છા મફતમાં પુરી થઈ શકે છે, પણ તેના માટે માત્ર એક જ શરતનું પાલન કરવું પડશે. તે શરત છે કે ઘર માટે તમારે હરક્યુલિસ નામનો કાચબો લેવો પડશે. જેની કિંમત (£825,000) 8 કરોડ 54 લાખ 54 હજાર 547 રૂપિયા ચૂકવવી પડશે. આ કાચબો સાઉથ-વેસ્ટ ઇંગ્લેન્ડના વિલ્ટશાયરનો છે.

સૌથી ખાસ વાત છે કે, આ કાચબો 94 વર્ષનો છે. આ કાચબાને વેચનારાનું કહેવું છે કે, ‘જે પણ આને ખરીદશે તે વ્યક્તિને બોનસમાં વિલ્ટશાયરમાં એક શાનદાર ઘર આપશે.’ જે ઘરને કાચબા સાથે આપવાનો દાવો કરવામાં આવ્યો છે, તેમાં ચાર બેડરૂમ છે.

કાચબા સાથે મળતાં આ ઓલ્ડ ડેયરી નામનું ઘર ખાસ છે. આ સંપત્તિ વિલ્ટશાયરના ગ્રેડ IIમાં સૂચીબદ્ધ છે, જેમાં ત્રણેય માળ પર 2600 વર્ગ ફૂટથી વધારે રહેવાની જગ્યા છે.

94 વર્ષના વૃદ્ધ કાચબા સાથે મળતાં આ ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રવેશ કરતાં જ તમને એક ભવ્ય હોલ જોવા મળશે. સીડી ડાઈનિંગ હોલ તરફ જાય છે અને નીચે એક રૂમ પણ છે.

બેઠકમાં એક ખુલ્લી ચિમની છે અને બંને બગીચાનો નજારો જોવા મળે છે. આ ઓલ્ડ ડેરીના સૌથી જૂના ભાગ તરફ જાય છે. ત્રીજો સ્વાગત કક્ષ છે, જેને વર્તમાનમાં વર્ક ફ્રોમ હોમ સ્પેસ તરીકે ઉપયોગ કરી શકાય છે.

એક રિપોર્ટ મુજબ કાચબો છેલ્લાં 14 વર્ષથી આ ઘરમાં રહે છે. 70ના દશકમાં પશુ ચિકિત્સકે આ હરક્યુલિસનો માદા કાચબો હોવાની પુષ્ટિ કરી હતી. કાચબો સલાડ, કાકડી ખાય છે અને તેમની પસંદગીની ડિશ ટમેટા છે. 94 વર્ષની ઉંમરનો હરક્યુલિસ બંને વિશ્વ યુદ્ધને જોઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *