આ ટીવી સ્ટારે પોતાનું બે વર્ષ જૂનું બ્રેસ્ટ મિલ્ક પોતાના પાલતુ કૂતરાને પીવડાવ્યું અને….

International

વોશિંગ્ટનઃ અમેરિકન રિયાલિટી સ્ટાર જિલ ડુગર ડિલાર્ડ હાલમાં જ વિવાદોનો સામનો કરી રહી છે. તેણે સો.મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું કે તેણે પોતાનું બ્રેસ્ટ મિલ્ક પોતાના ડોગીને પીવડાવી દીધું. ત્યારબાદથી ફોલોઅર્સ જિલને ટ્રોલ કરીર હ્યાં છે.

જિલે સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી, જેમાં તેનો ડોગી દૂધ પીતો જોવા મળે છે. આ તસવીર સાથે જિલે એક લાંબીલચક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેણે પોતાના બ્રેસ્ટ મિલ્કની બોટલ છેલ્લાં બે વર્ષથી ફ્રીઝરમાં રાખી હતી.

જિલે વધુમાં કહ્યું હતું કે તેનો દીકરાએ બે વર્ષથી બ્રેસ્ટફિડિંગ કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ જ્યારે તેણે ફ્રીજ ખોલ્યું તો તે બ્રેસ્ટ મિલ્કનો ટેસ્ટ કરવાની જીદ કરવા લાગ્યો હતો.

જિલે આગળ કહ્યું હતું કે તેણે ફ્રીજમાંથી દૂધ કાઢીને ચેક કરીને જોયું કે તે ખરાબ તો નથી ને પછી જ્યારે તેને લાગ્યું કે દૂધ બરોબર છે તો તેણે દીકરાને ટેસ્ટ કરવા આપ્યું હતું. જોકે, તેને ખબર હતી કે દૂધ તેના દીકરાને ગમશે નહીં અને તેને ખ્યાલ આવી ગયો કે તેના દીકરાને દૂધ ભાવ્યું નથી. ત્યારબાદ તેણે આ દૂધ ડોગીને આપી દીધું હતું.

જિલે છેલ્લે કહ્યું હતું કે તમે મારી ટીકા કરો તે પહેલાં જ સ્પષ્ટ કરી દઉં કે આ દૂધ એકદમ સારું હતું અને તેથી જ તેણે ડોગીને દૂધ આપ્યું હતું.

જોકે, આ પોસ્ટ બાદ જિલને ટ્રોલ કરવામાં આવી છે. કેટલાંક યુઝર્સ એ વાતને કારણે ભડક્યા હતા કે ડોગની તબિયતને ધ્યાનમાં લેતા તેને વાસી દૂધ આપી શકાય નહીં.
તો કેટલાંકે એમ કહ્યું કે જ્યારે તે પોતાના દીકરાને દૂધ આપવા તૈયાર નહોતી તો ડોગીને કેવી રીતે આપી દીધું.

જોકે, જીલે એક ટ્રોલર્સને જવાબ આપ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *