પત્નીને પતિની પ્રેમિકાએ મોકલી ગિફ્ટ, ઝઘડો કરવાને બદલે બંને બની ગઈ ખાસ બહેનપણી

International

લંડનઃ કોઈ વ્યક્તિનું લગ્નજીવન સુખેથી પસાર થતું હોય પરંતુ તેનું અચાનક કોઈ સાથે અફેર ચાલવા લાગે છે. આવા સમયે બંને મહિલાઓ એકબીજાનો ચહેરો પણ જોવો પસંદ કરતી નથી. જોકે, સ્કોટલેન્ડમાં એક વિચિત્ર જ કેસ સામે આવ્યો હતો.

સ્કોટલેન્ડની એલિઝાબેથ લિન્સેએ ટિકટોક પર એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે તેના પતિના એકસ્ટ્રા મેરિટલ સંબંધો છે અને તેને પતિની પ્રેમિકાએ ગિફ્ટ આપી હતી. હાલમાં સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ છે.

વાઇરલ વીડિયોમાં એલિઝાબેથે ગિફ્ટ ખોલી હતી, આ એ જ ગિફ્ટ હતી, જે તેને પતિની પ્રેમિકાએ આપી હતી. ગિફ્ટમાં ત્રણ અલગ અલગ રંગની કુકીઝ હતી, જેમાં આઈસિંગ પર એલિઝાબેથ માટે ખાસ મેસેજ હતો. દરેક મેસેજની સાથે એલિઝાબેથ એક્સાઈટેડ થઈ હતી. આ મેસેજમાં હતું, તારા પતિ સાથે અફેર કર્યું તે બદલ માફ કરી દે.

એલિઝાબેથને પહેલું જે બિસ્કિટ મળે છે, તેમાં સીધી રીતે પ્રેમિકાએ માફી માગી હોય છે. ટિકટોક વીડિયોમાં શૅર કરવામાં આવેલા વીડિયોમાં એલિઝાબેથ કહે છે કે પતિની પ્રેમિકાને તેનો પ્રેમી પરિણીત છે, તે ખબર નહોતી. બીજા તથા ત્રીજા બિસ્કિટ પરના મેસેજ વાંચીને એલિઝાબેથ હસી પડી હતી. બીજા બિસ્કિટ પર પતિ એટલે પ્રેમી માટે મેસેજ હતો કે તે ઘણો જ શંકાસ્પદ છો. છેલ્લા અને ત્રીજા બિસ્કિટમાં પ્રેમિકાએ એમ કહ્યું હતું કે તે અને પ્રેમીની પત્ની એક જ પરિસ્થિતિમાં હતા અને તે તેને બહેન માની લે.

સૂત્રોના મતે, પતિની પ્રેમિકાએ પણ પ્રેમી સાથે બ્રેકઅપ કરી લીધું છે. આ ગિફ્ટ તેની જ એનિવર્સરી પર મોકલી હતી. આ વીડિયો પર યુઝર્સે ઘણી જ કમેન્ટ્સ કરી હતી. કેટલાંકે કુકીઝ બનાવનારના વખાણ કર્યા હતા તો કેટલાંકે મહિનાની હિંમતને દાદ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *