Tuesday, April 9, 2024
Google search engine
HomeBusinessરિલાયન્સ પરિવારની વહુ નીતા અંબાણીને ઑફર કરી વર્લ્ડ કપની ટિકિટ ને પછી...

રિલાયન્સ પરિવારની વહુ નીતા અંબાણીને ઑફર કરી વર્લ્ડ કપની ટિકિટ ને પછી થઈ જોવાજેવી!

મુંબઈઃ દેશના ટોપ 10 બિઝનેસમેનમાંથી એક મુકેશ અંબાણી તથા તેમનો પરિવાર અવાર-નવાર ચર્ચામાં આવતો હોય છે. જોકે, નીતા અંબાણી એકદમ સરળ તથા સાલસ સ્વભાવ ધરાવે છે. તેઓ પોતાના વ્યક્તિત્વને કારણે ચર્ચામાં છે. જોકે, તેમનું જીવન કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નથી. નીતા અંબાણી મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. લગ્ન પહેલાં નીતા અંબાણી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને આ વાત તમામને ખ્યાલ જ છે. લગ્ન બાદ પણ તેમણે નોકરી કરવાનું ચાલુ રાખ્યું હતું.

લગ્નના ઘણાં વર્ષો સુધી નીતા અંબાણીએ માત્ર મહિને 800 રૂપિયાની નોકરી ચાલુ રાખી હતી. નીતા અંબાણીને ભણાવવાનો શોખ છે. તેમણે આ શરત સાથે જ લગ્ન કર્યા હતા. જોકે, આ દરમિયાન તેમની સાથે એક રસપ્રદ ઘટના બની હતી. આ વાત 1987ની છે.

નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્કૂલમાં એક વિદ્યાર્થીના પિતાએ તેમને રિલાયન્સ ક્રિકેટ વર્લ્ડ કપની બે ટિકિટ ઓફર કરી હતી. જોકે, તેમણે ઘણી જ નમ્રતાથી આ ટિકિટ લેવાની ના પાડી દીધી હતી. જોકે, વિદ્યાર્થીના પિતાને ખ્યાલ નહોતો કે નીતા અંબાણી રિલાયન્સ પરિવારની વહુ છે.

નીતા અંબાણીએ કહ્યું હતું કે જ્યારે મેચ જોવા તે વિદ્યાર્થીના પિતા આવ્યો તો તેમને પ્રેસિડેન્શિયલ બોક્સમાં જોઈને નવાઈમાં મૂકાઈ ગયો હતો. આ દરમિયાન નીતાનો પરિચય ત્યાંની કોઈ વ્યક્તિએ આપ્યો તો તે નવાઈમાં પડી ગયો હતો.

વધુમાં નીતાએ કહ્યું હતું કે તે જે સ્કૂલમાં ભણાવવા જતા ત્યાંના પ્રિન્સિપાલ સહિત કોઈને ખ્યાલ નહોતો કે તે રિલાયન્સ પરિવારની વહુ છે. જોકે, આ ઘટના બાદ સ્કૂલના તમામ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે નીતાના પતિ મુકેશ અંબાણી છે.

ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી પોતાની લક્ઝૂરિયસ લાઈફને કારણે ચર્ચામાં છે. તે મોંઘી બ્રાન્ડ્સના હેન્ડબેગ્સથી લઈ ઘડિયાળનો શોખ ધરાવે છે. આ ઉપરાંત નીતા અંબાણી સામાજિક કાર્યો પણ કરે છે. તે બાળકોના અભ્યાસ માટે સોશિયલ કેમ્પેઈન ચલાવે છે. નીતા અંબાણીની ફેશન તથા સ્ટાઈલ બોલિવૂડ એક્ટર્સ કરતાં ક્યાંય વધારે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown ? into this exciting adventure of imagination and let your thoughts roam! ? Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page