Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightકોરોનાની વેક્સિન ના લગાવી તો આ વિદ્યાર્થિનીએ ગુમવવા પડ્યા કરોડો રૂપિયા

કોરોનાની વેક્સિન ના લગાવી તો આ વિદ્યાર્થિનીએ ગુમવવા પડ્યા કરોડો રૂપિયા

કોરોના વેક્સિન ના લેવાને લીધે એક સ્ટૂડન્ટ્સને 2 લાખ ડોલરની સ્કોલરશીપ ગુમાવવી પડી હતી અને પોતાની મનગમતી કોલેજમાં પણ એડમિશન મળ્યું નહોતું. જોકે, આ વિદ્યાર્થિનીનું કહેવું છે કે, ‘‘તેણે પોતાની હેલ્થ પ્રોબ્લેમના લીધે કોરોના વેક્સિન લીધી નથી.’’

ઓલિવિયા સેન્ડર નામની વિદ્યાર્થિનીને Guillian barre સિન્ડ્રોમ છે. તેણે આ વાત એક ન્યૂઝ ચૅનલ સાથે શેર કરી હતી. આ સ્ટુડન્ટને હવાઈ શહેરના બ્રિઘમ યંગ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું. તેણે જણાવ્યું કે, ‘‘ કોરોના વેક્સિન ના લેવાને લીધે તે પોતાની ડ્રિમ કોલેજમાં એડમિશનથી વંચિત રહી ગઈ કેમ કે, કોરોના વેક્સિન લીધા પછી સિન્ડ્રોમ વધુ ખતરનાક થઈ શકે છે. ’’

ઓલિવિયાએ વધુમાં જણાવ્યું કે, ‘‘ થોડાક વર્ષ પહેલાં ઇન્ફ્લૂએન્ઝા વેક્સિન લીધી હતી. ત્યારે જીબીએસની સમસ્યા થઈ ગઈ જેને લીધે તે એક મહિનાથી વધારે સમય સુધી લકવાગ્રસ્ત રહી હતી. ’’ તેમણે કહ્યું કે, ‘‘ કોરોનાની વેક્સિન લેવાને લીધે જીબીએસ ટ્રિગર થઈ શકે છે અને હું બીજી વાર તેને સહન કરી શકીશ નહીં. ’’

ઓલિવિયાના ડૉક્ટરે યુનિવર્સિટીને એક લેટર પણ લખ્યો હતો. જેમાં કહ્યું હતું કે, ‘‘ ઓલિવિયાની મેડિકલ હિસ્ટ્રીને જોતાં હું એવું માનું છું કે, કોવિડ વેક્સિન અથવા ઇન્ફ્લૂએન્ઝા વેક્સિન લેવાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. એટલે ઓલિવિયાને આ વેક્સિનથી દૂર રહેવું જોઈએ. ’

ઓલિવિયાના ડૉક્ટરના લેટર પર પ્રતિક્રિયા આપતા યુનિવર્સિટીના તંત્રએ એક ઇમેઇલમાં કહ્યું કે, ‘‘ કેમ કે અમારું લોકેશન ખૂબ જ યૂનિક છે અને અમારી યુનિવર્સિટીમાં અલગ-અલગ બેકગ્રાઉન્ડથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એટલે અમારે કોવિડ-19ને લીધે પોતાના કેમ્પસ અને સમુદાયને પ્રોટેક્ટ કરવા માટે વધારે સાવધાની રાખવી પડી રહી છે. ’’

એલિવિયાએ જણાવ્યું કે, ‘‘ તેણે આ કોલેજમાંથી અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં લગભગ 2 લાખ ડૉલર એટલે કે દોઢ કરોડની સ્કોલરશિપ જીતી હતી પણ, હવે યુનિવર્સિટીમાં એડમિશન ના મળવાને લીધે તેમની બધી સ્કોલરશીપ પણ કેન્સલ થઈ ગઈ છે. ’’

એલિવિયાએ કહ્યું કે, ‘‘ આ યુનિવર્સિટીમાં મિડ-જૂન સુધી સ્ટૂડન્ટ્સને વેક્સિન અનિવાર્ય કરવાની કોઈ સૂચના નથી. ’’ તેમણે કહ્યું કે, ‘‘ મારી દરેક સ્કોલરશિપ જતી રહી છે. મને નથી ખબર કે હવે શું કરવાનું છે. આ સ્થિતિ ખૂબ જ હેરાન કરનારી છે. ’’

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this gambling website and succeeded a significant cash, but eventually, my mom fell sick, and I wanted to withdraw some funds from my account. Unfortunately, I faced difficulties and could not complete the withdrawal. Tragically, my mother passed away due to the casino site. I implore for your help in bringing attention to this site. Please help me in seeking justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. I engaged in this online casino platform and managed a significant sum of money. However, afterward, my mother fell became very sick, and I needed withdraw some earnings from my balance. Regrettably, I encountered difficulties and could not process the withdrawal. Tragically, my mom passed on due to this casino site. I urgently request for your help in bringing attention to this platform. Please help me out in seeking justice, so that others do not have to the grief I’m going through today, and prevent them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page