Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalદીકરીએ માતાની ઘાતકી હત્યા કરી, જોનારા ચીસો પાડી ગયા, હત્યાનું કારણ જાણી...

દીકરીએ માતાની ઘાતકી હત્યા કરી, જોનારા ચીસો પાડી ગયા, હત્યાનું કારણ જાણી પોલીસ પણ દંગ રહી ગઈ

એક એવી ઘટના સામે આવી છે તેને સાંભળીને સંબંધો પર ભરોસો કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. કોઈ માનવા જ તૈયાર નથી કે જેને નવ-નવ મહિના દીકરીને કૂખમાં રાખી પછી જન્મ આપીને મોટી કરી એણે જ તેની માતાની જઘન્ય હત્યા કરી. એક દીકરીએ મામૂલી પૈસા માટે બ્લેડથી તેની માતાનું ગળું કાપી નાખ્યું. દીકરીની નજર સામે જ માતાએ તડપી તડપીને દમ તોડ્યો હતો.

આ શોકિંગ બનાવ નોઈડાનો છે. પોલીસે જણાવ્યું હતું કે 19 ફેબ્રુઆરીના રોડ આંબેડકર નગર વિસ્તારમાં ભાજપની નેતા સુધા રાનીની હત્યા કરી દેવામાં આવી હોવાની માહિતી મળી હતી. ખબર મળતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળે જઈને જોયું તો ઘરના પહેલા માળે 55 વર્ષીય સુધા રાની નામની મહિલાની લોહીથી લથપથ લાશ પડી હતી. સુધા રાનીના પતિનું પહેલા જ નિધન થઈ ચૂક્યું છે. સુધા વર્ષ 2027માં ભાજપની ટિકિટ પરથી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકી હતી.

દીકરીએ જણાવી આ કહાની
પોલીસે લાશને પોસ્ટમોર્ટ માટે મોકલી તપાસ શરૂ કરી હતી. પોલીસ સાથે ફોરેન્સિક ટીમ પણ પહોંચી અને બધા પુરા ભેગા કરવાનું શરું કર્યું. મૃતક મહિલાની 24 વર્ષીય દીકરી દેવયાનીએ પોલીસને જણાવ્યું હતું કે રાત્રે અંદાજે 9.30 વાગ્યે 2 લોકો ઘરમાં ઘૂસ્યા હતા. તેમના હાથમાં બંદૂક હતી. બંનેના ચહેરા ઢંકાયેલા હતા. લૂંટારુંઓએ માતાના ઘરેણા અને ઘરમાં રાખેલી કેશ પણ લૂંટી હતી અને તેમની સાથે મારપીટ કરીને ભાગી ગયા હતા.

પોલસીને દીકરી પર શંકા ગઈ
દીકરી દેવયાનીના આ નિવેદન પર પોલીસને શંકા ગઈ. કેમ કે તેના નિવેદનેમાં ઘણા વિરોધાભાસ હતા. પ્રાથમિક તપાસમાં મહિલાના શરીર પર તેમજ રૂમમાં કોઈ પ્રકારના સંઘર્ષના નિશાન મળ્યા નહોતા. સાથે જ મહિલાના શરીર પર પહેરેલા કિંમતી ઘરેણા સલામત હતા. તેમજ સીસીટીવીમાં કોઈ શંકાસ્પદ લોકોની ઘરમાં એન્ટ્રી થઈ નહોતી.

કડક પૂછપરછમાં દીકરી ભાંગી પડી
મામલામાં શંકા જતાં પોલીસે હત્યાનો કેસ નોંધી સઘન તપાસ શરૂ કરી. ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં પોલીસને પુરતા પુરવા મળ્યા કે આ લૂંટપાટમાં કરવામાં આવેલી હત્યા નથી, પણ ષડયંત્રના રૂપમાં કરવામાં આવેલી હત્યા છે. ત્યાર બાદ પોલીસે મહિલાની પુત્રીની અટકાયત કરી સઘનપૂરછ કરવામાં આવી હતી. જેમાં મહિલાની દીકરી દેવયાની ભાંગી પડી હતી અને તેણે માતાની હત્યાને અંજામ આપવાની વાત સ્વિકારી લીધી હતી.

પતિને છોડી બોયફ્રેન્ડ સાથે રહેતી હતી દીકરી
દેવયાનીએ પોલીસને જણાવ્યું હતું કે તેના ચેતન નામના યુવક સાથે લગ્ન થયા હતા. પણ તે તેના પતિ ચેતનથી અલગ થઈ હતી અને એક શિબુ નામના બોયફ્રેન્ડ સાથે લિવઈનમાં રહેતી હતી. અને આ બોયફ્રેન્ડ શિબુના મિત્ર કાર્તિક ચૌહાણની મદદથી માતાની હત્યાને અંજામ આપ્યો હતો

દીકરી બોયફ્રેન્ડ સાથે લીવઈનમાં રહે માતાને નહોતું પસંદ
દેવયાનીએ જણાવ્યું હતું કે માતા ઈચ્છતી હતી કે હું પતિ ચેતન સાથે ફરીથી જિંદગી જીવવા લાગું. હું બોયફ્રેન્ડ શિબુ સાથે લીવઈનમાં રહું એ માતાને પસંદ નહોતી. એટલું જ નહીં માતાએ પ્રોપર્ટીમાંથી બેદખલ કરવાની પણ ધમકી આપી હતી. એટલું જ નહીં માતા આર્થિક મદદ કરવાનું પણ બંધ કરી દીધું હતું. તેના કારણે પરેશાન થવા લાગી હતી અને માતાને નફરત કરવા લાગી હતી.

ચામાં ઉંઘની ગોળીઓ ભેળવી દીધી
યોજના મુજબ દેવયાનીએ ઘટનાના દિવસે માતા અને દૂરના કાકા સંજયની ચામાં ઉંઘની ગોળી ભેળવી દીધી હતી. ચા પીધા બાદ બંને બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી દેવયાનીએ બોયફ્રેન્ડ દોસ્ત કાર્તિક ચૌહાણને ઘરે બોલાવ્યા હતા. જેણે સર્જિકલ બ્લેડથી સુધા રાનીનું ગળું કાપી નાખ્યું હતું. ત્યાર પછી બ્લેડ બારીની બહાર ફેંકી દીધી હતી. હત્યા પછી દેવયાનીએ કાર્તિકને માતાના ઘરેણા અને રોકડ આપી ત્યાંથી ભગાડી દીધો હતો.

બોયફ્રેન્ડને પણ છોડીને તેના દોસ્ત સાથે લગ્ન કરવા માંગતી હતી
પોલીસે બાદમાં આ કેસમાં દીકરી દેવયાની અને કાર્તિક ચૌહાણની ધરપકડ કરી હતી. દેવયાની પોલીસે સામે વધુ એક ઘટસ્ફોટ કર્યો હતો કે તે બોયફ્રેન્ડ શિબુને પણ છોડી દેવા માંગતી હતી. તેની શિબુના દોસ્ત કાર્તિક ચૌહાણ સાથે દોસ્તી થઈ ગઈ હતી અને તે કાર્તિક સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી. બંનેએ મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page