શાહરુખ ખાનની લાડલી બેનપણીઓ સાથે જોવા મળી મસ્તીના મૂડમાં, ખાસ તસવીરો

Bollywood Featured

મુંબઈઃ ફિલ્મ એક્ટર શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન બોલિવૂડનાં સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંની એક છે. જ્યારે પણ તે પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ એન્જોય કરવા નીકળે ત્યારે પાપારાઝાની તેની તસવીરો લેવાનું ચૂકતા નથી. સુહાનાના નામથી સોશિયલ મીડિયામાં ઘણાં ફેન ક્લબ છે, જેના પર સુહાનાની કુલ-કુલ તસવીરો આવતી રહે છે.


તજેતરમાં જ સોશિયલ મીડિયામાં સુહાનાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે, જે ન્યૂયોર્કની છે, જ્યાં સુહાના સ્ટડી કરી રહી છે. એક તસવીરમાં સુહાના ગર્લ ગેંગ સાથે મસ્તી કરતી જોવા મળી.


થોડા સમય પહેલાં સુહાના એક અલગ જ કારણથી ચર્ચામાં આવી હતી. તે સમયે એવી વાત આવી હતી કે, ફિલ્મ નિર્માતા કરણ જોહર ‘બિગ બોસ 13’ના પહેલા રનર-અપ આસિમ રિયાઝને ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 3’થી શાહરૂખ ખાનની દીકરી સાથે લોન્ચ કરી રહ્યા છે. જોકે, પછી કરણ જોહરે જ આ બધા રિપોર્ટ્સ બકવાસ ગણાવી રદિયો આપ્યો હતો.


સુહાનાએ તાજેતરમાં જ ન્યૂયોર્ક શહેરની એક કોલેજમાં એડમિશન લીધું છે. ગૌરીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સુહાના કોલેજના પહેલા દિવસની પહેલી તસવીર પણ શેર કરી હતી. સુહાના ખાનની તસવીરો સોશિયલ મીડિયામાં વારંવાર વાયરલ થતી રહે છે. સુહાના ખાન એક્ટ્રેસ બનવા ઇચ્છે છે. તે એક શોર્ટ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.


સુહાના ખાને આ ફિલ્મની કેટલીક ઝલક સોશિયલ મીડિયામાં પણ શેર કરી હતી. સુહાના ખાનના ફેન્સ તેના ડેબ્યૂની રાહ જોઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *