Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodદાઢી વગરના રોકીભાઈને જોયા છે ક્યારેય? નવી તસવીરો જોઈને લાગશે આંચકો

દાઢી વગરના રોકીભાઈને જોયા છે ક્યારેય? નવી તસવીરો જોઈને લાગશે આંચકો

સુપરસ્ટાર યશની ‘KGF Chapter 2′ મૂવી બોક્સઓફિસ પર હાલ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં યશના લાંબા વાળ અને વધેલો દાઢીવાળો લુક લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. રોકીભાઈના પાત્રમાં યશનો જબરદસ્ત સ્વેગ જોવા મળી રહ્યો છે. તેના ચાહકો તેને આ પાત્રમાં જોઇને ખુબ જ પ્રભાવિત થયા છે અને તેના આ પાત્રના કારણે તેના ચાહકવર્ગમાં પણ વધારો થયો છે ત્યારે હાલ યશનો એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં તે દાઢીને ટ્રીમ કરતો જોવા મળી રહ્યો છે.

યશે પોતાની લાંબી દાઢી ટ્રીમ કરી :
આ વીડિયોમાં યશ પોતાની પત્ની રિદ્ધિમા પંડિત સાથે જોવા મળી રહ્યો છે. રિધિમા ખૂબ જ ખુશ છે કે, તેનો પતિ તેની દાઢી કાપવા જઇ રહ્યો છે. યશ તેની લાંબી દાઢીને કાતરથી કાપે છે અને પછી તેને ટ્રિમરથી કાપી નાખે છે. ત્યારબાદ હેરડ્રેસર દાઢી સેટ કરતો જોવા મળે છે. યશનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

યશનો આ વીડિયો થયો વાયરલ :
વાસ્તવમાં યશનો આ વીડિયો વર્ષ 2018નો છે, જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. યશ જ્યારે પહેલી વાર પિતા બનવાનો હતો ત્યારે તેણે તેની દાઢીને ટ્રિમ કરી હતી. યશ અને રિદ્ધિમા બે બાળકોના માતા-પિતા છે. આ દંપતીની પુત્રીનું નામ આર્ય અને પુત્રનું નામ અથર્વ છે.

આ ફિલ્મ 300 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઇ :
યશની ‘KGF Chapter 2′ ને હિન્દી બેલ્ટમાં જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મના હિન્દી વર્ઝને 300 કરોડનું કલેક્શન કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ‘KGF Chapter 2′ 300 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. વર્ષ 2019માં હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ‘WAR’ બાદ આ પહેલી ફિલ્મ છે, જેણે આટલા કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

આમિર-સલમાનને આપી ટક્કર :
આ પહેલા આમિર ખાનની વર્ષ 2014માં આવેલી ‘પીકે’, વર્ષ 2015માં ‘બજરંગી ભાઈજાન’, વર્ષ 2016માં ‘સુલતાન અને દંગલ’, વર્ષ 2017માં ‘ટાઈગર ઝિંદા હૈ’, વર્ષ 2018માં ‘પદ્માવત’ અને ‘સંજુ’ તથા વર્ષ 2019માં ‘વૉર’ 300 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી. તે જ સમયે વર્ષ 2017માં ‘બાહુબલી 2’ એકમાત્ર ફિલ્મ હતી, જેના હિન્દી વર્ઝને 500 કરોડનું કલેક્શન કર્યું હતું.

આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે :
‘KGF Chapter 2′ બહુ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ દ્વારા ‘KGF Chapter 2′ ના ડિજિટલ રાઈટ્સ ખરીદવામાં આવ્યા છે. યશની આ ફિલ્મ 27 મેથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર હિન્દી, કન્નડ, તેલુગુ, મલયાલમ અને તમિલ જેવી ભાષાઓમાં સ્ટ્રીમ થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page