Friday, September 29, 2023
Google search engine
HomeGujaratયુવકે લિફ્ટમાં યુવતી સામે જ પેન્ટ ઉતારી નાખ્યું, પછી ન કરવાનું કર્યું

યુવકે લિફ્ટમાં યુવતી સામે જ પેન્ટ ઉતારી નાખ્યું, પછી ન કરવાનું કર્યું

સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે. બિલ્ડિંગની લિફ્ટમાં 27 વર્ષીય યુવક દ્વારા કિશોરી સામે અશ્લીલ હરકત કરી છેડતી કરી હતી. ઘટનાને પગલે અડાજણ પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે છેડતી કરાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કિશોરીની એકલતાનો લાભ લઈ અશ્લીલ હરકત
સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય એક કિશોરી સાથે વિકૃત માનસિકતા ધરાવતા યુવકે બિલ્ડિંગની લિફ્ટમાં છેડતી કરી હતી. 27 વર્ષીય સાગર પટેલ નામના વિકૃત યુવકે લિફ્ટમાં 15 વર્ષીય કિશોરીની સામે અશ્લીલ હરકતો કરી હતી. કિશોરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી ત્યારે વિકૃત યુવક પણ અંદર ઘૂસી ગયો હતો. લિફ્ટમાં કિશોરી અને યુવક જ હતા. દરમિયાન કિશોરીની એકલતાનો લાભ લઈ યુવકે તેની સામે ગંભીર અશ્લીલ હરકત કરવાનું શરૂ કર્યું હતું.

યુવકે કિશોરીની સામે પેન્ટ ઉતાર્યું
યુવકે કિશોરીની સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું. જેને લઇ કિશોરી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. બાદમાં કિશોરીએ રડતા રડતા સમગ્ર હકિકત ઘરે જઈ તેના માતા-પિતાને કહી હતી. ઘટનાની ગંભીરતાને જોતા માતા-પિતાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે કિશોરીના માતા-પિતાની ફરિયાદ લઈ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લિફ્ટના સીસીટીવી ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો
15 વર્ષીય કિશોરી દ્વારા રડતા રડતા સમગ્ર હકિકત તેના માતા-પિતાને જણાવી હતી. પોતાની દીકરીની વાત સાંભળી માતા-પિતામાં યુવક સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે, લિફ્ટમાં સીસીટીવી હતા. ત્યારે બાળકીની વાત સાચી છે કે ખોટી તે જાણવા લિફ્ટના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જ્યાં લિફ્ટના સીસીટીવી ચેક કરતાની સાથે જ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને યુવકની તમામ હરકત સીસીટીવીથી સામે આવી ગઈ હતી. યુવકની અશ્લીલતાના પૂરાવા સાથે માતા-પિતા અડાજણ પોલીસ મથક ગયા હતા. વિકૃત યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.

વિકૃત યુવક ખાનગી કંપનીમાં એન્જિનિયર
ખાસ કરીને મહિલાઓ કે બાળકીઓ સાથે છેડતી, બળાત્કાર જેવા કિસ્સાઓમાં ગુનેગારો શિક્ષિત વર્ગના હોતા નથી. પરંતુ અડાજણમાં કિશોરી સાથે છેડતીના આ બનાવમાં શિક્ષિત યુવક દ્વારા આવી હરકત કરવામાં આવી છે. અશ્લીલ હરકત કરનાર સાગર પટેલ ખાનગી મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ પર નોકરી કરી રહ્યો છે. તેના દ્વારા આવી અશ્લીલ હરકતો કરી છેડતી કરાતા ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page