Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodસુરતી લેડી બાઈકર્સે 'તારક મહેતા'માં બબીતાજી સાથે ગરબાની મચાવી ધૂમ, કરવામાં આવ્યું...

સુરતી લેડી બાઈકર્સે ‘તારક મહેતા’માં બબીતાજી સાથે ગરબાની મચાવી ધૂમ, કરવામાં આવ્યું સન્માન

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ વખતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ને હાઈલાઈટ કરવામાં આવશે. સુરતની ‘બાઈકિંગ ક્વીન’ ભારતથી નેપાળ, થાઈલેન્ડ, મલેસિયા, સિંગાપોર સહિતના અનેક દેશો બાઈક પર ફરી ચૂકી છે. 2018માં 45 મહિલાઓએ ભારત પ્રવાસ કર્યો હતો. હવે, પાંચ જૂનથી તેઓ યુરોપ પ્રવાસે બાઈક પર જવાના છે. બાઈક પ્રવાસ દરમિયાન બાઈકિંગ ક્વીન્સ 25 દેશો તથા ત્રણ ખંડ ફરશે અને 15 ઓગસ્ટે સ્પેનના બાર્સેલોનામાં ત્રિરંગો લહેરાવશે.

સોસાયટીમાં ઉજવણી ‘તારક મહેતા’માં મહિલા મંડળની સાથે સાથે ટપુસેના, ચંપકદાદા બાઈકિંગ ક્વીન ડો. સારિકા મહેતા, જીનલ શાહ તથા રુતાલી પટેલને ગોકુલધામમાં આવવું આમંત્રણ પાઠવ્યું હતું.
સોસાયટીમાં ઉજવણીની તૈયારી થાય છે. પુરુષ મંડળને ક્લબ હાઉસમાં મોકલી દેવામાં આવે છે. તમામ પુરૂષોને બાઈકિંગ ક્વીન્સ ગોકુલધામમાં બાઈક પર આવે છે, ત્યારે જ ખ્યાલ આવે છે કે તેઓ કોણ છે.
ગરબા ને સન્માન ગુજરાતી હોવાને નાતે ડો. સારિકા મહેતા, જીનલ શાહ તથા રુતાલી પટેલ ગોકુલધામવાસીઓ સાથે ગરબા રમે છે. સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી બાઈકિંગ ક્વીન્સનું સન્માન કરે છે. સિરિયલની સ્ટાર કાસ્ટ બાઈકિંગ ક્વીન્સને યુરોપ પ્રવાસ માટે શુભેચ્છા પાઠવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page