હાઈફાઈ બિઝનેસમેનો કરતાં અલગ લાઈફ જીવે છે સવજીભાઈ, તસવીરો જોઈને જ કહેશો- ‘અતિ સુંદર’
સમાજ સેવાના ક્ષેત્રમાં સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. માત્ર ચોર ધોરણ ભણેલા સવજી ધોળકિયા આજે ડાયમંડ કિંગ તરીકે હીરાઉદ્યોગની અંદર પોતાની આગવી ઓળખ ધરાવે છે. કરોડોના માલિક હોવા છતાં સવજીભાઈ હજી પણ સાદુ અને સામાન્ય જીવન જીવી રહ્યા છે. તેમનો ગાય, ખેતી અને વતનપ્રેમ કાબિલેદાદ છે. તો આવો નજર કરીએ સવજીભાઈની લાઈફ જર્નીની સાથે તેમની કેટલિક તસવીરો પર…
સવજી ધોળકિયાનું સૌથી મોટું યોગદાન સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં જ્યા દુકાળ જેવી સ્થિતિ હોય છે ત્યાં તળાવો બનાવીને લોકો અને ખેડૂતો માટ ખૂબ મોટું કામ કરી રહ્યા છે. તેમના જન્મ સ્થળ તેમજ અન્ય કેટલાક તાલુકાઓમાં પણ તેમણે પોતાના સ્વખર્ચે તળાવ બનાવવાનો ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.
શરૂઆતમાં તેમણે 2008માં 32 એકરમાં દુધાળા ગામે તળાવનું નિર્માણ કર્યું હતું જે આજે પણ ખેડૂતો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યું છે. જ્યારે સવજી ધોળકિયાની સૌથી મોટી સિદ્ધિ તરીકે સૌરાષ્ટ્રમાં પંચગંગા તીર્થના નિર્માણને માનવામાં આવે છે. અંદાજે 200 એકરની અંદર સરોવરોના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે.
6,000 કરોડ કરતાં વધારે ટર્નઓવર કરતી કંપનીના માલિક
સૌરાષ્ટ્રના દુધાળા ગામે 12 એપ્રિલ 1962ના દિવસે જન્મેલા સવજી ધોળકિયા આજે ઉદ્યોગ ક્ષેત્ર અને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. દેશની સર્વશ્રેષ્ઠ 5 કંપનીઓમાં હરેકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડને સ્થાન મળ્યું છે. તેમની ડાયમંડ ફેક્ટરીમાં અંદાજે સાડા છ હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે. વર્ષે અંદાજે રૂપિયા 6,000 કરોડ કરતાં વધારે ટર્નઓવર કરતી કંપનીના માલિક છે. સવજી ધોળકિયા અલગ-અલગ સામાજિક સેવા તેમજ પોતાના કંપનીના કર્મચારીઓને મદદરૂપ થવાના અનેક કિસ્સાઓને કારણે મીડિયામાં છવાયેલા રહે છે.
સવજી ધોળકિયાની સૌથી મોટી સિદ્ધિ તરીકે પંચગંગા તીર્થ
સવજી ધોળકિયાની સૌથી મોટી સિદ્ધિ તરીકે પંચગંગા તીર્થના નિર્માણને માનવામાં આવે છે. અહીં પાંચ જેટલા મોટા સરોવરોને તૈયાર કરવા માટેની મહેનત સવજી ધોળકિયા દ્વારા કરવામાં આવી રહી છે. અંદાજે 200 એકરની અંદર આ સરોવર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. સવજી ધોળકિયાના કહેવા મુજબ આ તળાવ બનાવવા માટે અત્યાર સુધીમાં પાંચ લાખ ટ્રક જેટલી માટી ઉલેચવામાં આવી છે.
હવે તો તેમણે ગણતરીઓ કરવાનું પણ બંધ કરી દીધું છે.આ માટીને દૂર કર્યા બાદ તેમણે જમીનની અંદર પાણીનું સિંચન થઈ શકે તેના માટે ખુબ મોટું કામ કર્યું છે. તેમના કહેવા પ્રમાણે આ પંચગંગા તીર્થના વિકાસ બાદ 30 કિલોમીટર જેટલા વિસ્તારમાં જમીનના તળમાં પાણીનો ભરાવો થશે અને તેના કારણે આસપાસના ગામોમાં પાણીનું જળસ્તર વધશે અને ખેડૂતોને ખૂબ મોટો લાભ થશે.
પંચગંગા તીર્થને પર્યટન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે જેથી કરીને અહીંયા પાર્ક, બોટીંગ. પાણીપુરી ની સુવિધા વગેરેની પણ વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની સૂકી ધરતીને ફરીથી પાણીથી ભરી દેવા માટેની તેમણે આપેલા યોગદાનની નોંધ લેવામાં આવી છે.
દિવાળી બોનસમાં કર્મચારીઓને કાર આપી હતી
સવજી ધોળકિયા તેમના કંપનીના કર્મચારીઓને બોનસ આપવાને લઇને પણ ચર્ચામાં આવ્યા હતા. દિવાળી સમયે તેમને તેમના કર્મચારીઓને મારુતિ કાર સોનાના ઘરેણા તેમ જ મકાન સહિતની વસ્તુઓ બોનસમાં આપી હતી. આખા દેશના મીડિયામાં તેઓ આ નિર્ણયને લઈને ચર્ચામાં આવ્યા હતા.
હરેકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં યોગા સહિતના અનેક કાર્યક્રમો પોતાના કર્મચારીઓ માટે કરવામાં આવે છે. તેમની કંપનીમાં કામ કરતા હજારો કર્મચારીઓ ફરીથી એક પણ વ્યસની ન હોય તે પ્રકારનું કામ તેઓ કરે છે. કર્મચારીઓના વડીલો સાથે તેઓ દર વર્ષે ધાર્મિક સ્થળે યાત્રાએ જવાનું આયોજન કરતાં હોય છે.
સવજી ધોળકિયા મોટીવેશનલ સ્પીકર તરીકે પણ જાય છે
સૌરાષ્ટ્રના દુધાળા ગામમાં જન્મેલા માત્ર ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરનાર સવજી ધોળકિયા આજે મોટીવેશનલ સ્પીકર તરીકે પણ અનેક જગ્યાએ વ્યાખ્યાન આપી રહ્યા છે.
તેમના જીવનમાં તેમણે મેળવેલી સફળતા અને તેઓ અન્ય યુવા પેઢીઓ માટે માર્ગદર્શક તરીકે તેમજ ઉપરથી અવાર-નવાર યુવાનો સાથે સંવાદ કરતા રહે છે. કરણ ઇચ્છાશક્તિથી કોઈ પણ ક્ષેત્રની અંદર વ્યક્તિ આકાશને આપી શકાય એ પ્રકારની સિદ્ધિ મેળવી શકે છે પ્રકારની વાતો તેઓ યુવાનો સાથે કરતા રહે છે.
જોકે તેમનું સૌથી મોટું એક જ લક્ષ્ય છે કે સૌરાષ્ટ્રની ભૂમિ કે જ્યાં પાણી છે ત્યાં પાણી પહોંચાડવાનું અને ત્યાંના લોકોની મુશ્કેલીને દૂર કરવા માટે તેઓ અથાક પરિશ્રમ કરી રહ્યા છે આ પ્રકારના સેવા કાર્યને નોંધ લેવાયા બાદ તેમને પદ્મશ્રી ના ખિતાબ માટે પસંદ કરવામાં આવ્યા છે.