Friday, April 19, 2024
Google search engine
HomeGujaratપિતા માટે આ દીકરીએ પોતાના ભવિષ્યની પણ ચિંતા ના કરી ને એક...

પિતા માટે આ દીકરીએ પોતાના ભવિષ્યની પણ ચિંતા ના કરી ને એક જ ઝાટકે લીધો હતો આ નિર્ણય!

સુરતઃ 16 જૂનના રોજ વિશ્વભરમાં ફાધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતીય સમાજમાં પિતા કરતાં માતાને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય ઓછું છે. સંતાનો માટે માતા-પિતા બંને સમાન છે. પિતા માટે કંઈ પણ કરી છૂટતા સંતાનોનો એક કિસ્સો આજે તમારી સાથે શૅર કવો છે. સુરતના અડાજણમાં રહેતા વિશ્વજીત મોહનને 2014માં લિવરની બીમારી થઈ અને 2016માં ડોક્ટર્સે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું. આ સમયે દીકરી ભાવિ પિતાની પડખે ઊભી રહી હતી.

પિતાના જન્મ દિવસે દીકરીનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું:
2016માં 12 મેના રોજ વિશ્વજીતનો જન્મદિવસ હતો. આ જ દિવસે દીકરીએ પોતાનું લિવર પિતાને આપ્યું હતું. એક અખબાર સાથેની વાતચીતમાં વિશ્વજીતે કહ્યું હતું કે આ દુનિયામાં તેમની બે માતા છે. એક જન્મ આપનારી અને બીજી લિવર આપનારી એટલે મારી દીકરી. કુંટુબના 10 સભ્યો વિશ્વજીતને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર હતાં પરંતુ દીકરી ભાવિની જીદ હતી કે તે પિતાને લિવર આપીને જન્મદિવસની અત્યાર સુધીની યાદગાર ગિફ્ટ આપવા માગે છે અને પિતાનું ઋણ ચૂકવવા માગે છે.

જમાઈ તેજસે કહી આ વાતઃ
ભાવિ હાલમાં તો કેનેડામાં પતિ તેજસ તથા 11 મહિનાની દીકરી સાથે સુખેથી જીવે છે. તેજસે કહ્યું હતું કે જ્યારે તે લગ્ન માટે ભારત આવ્યો તો તેણે દસેક જેટલી છોકરીઓ જોઈ હતી. જોકે, આ સમય દરમિયાન તેને ભાવિ મહેતા અંગે જાણ થઈ. ભાવિએ પિતાને લિવર ડોનેટ કર્યું હતું અને તેનાથી તે પ્રભાવિત થયો હતો. ભાવિનાં પેટ પર ઓપરેશનના નિશાન છે પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. તેઓ મળ્યાં અને લગ્ન માટે હા પાડી દીધી હતી.

નસીબદારને પિતાનું ઋણ ચૂકવવાની તક મળે છેઃ
ભાવિએ કહ્યું હતું કે 11 મે, 2016ના દિવસે તે ઘણી જ ટેન્શનમાં હતી. તે પિતાને લિવર ડોનેટ કરવાની હતી પરંતુ તેને ભવિષ્યને લઈ ડર હતો. તેને મનમાં હતું કે તેના લગ્ન થશે કે નહીં? ત્યારબાદ તે એક યુવતીને મળી તે પણ પિતાને લિવર ડોનેટ કરવાની હતી. તેણે ભાવિને કહ્યું હતું કે તમે નસીબદાર છો કે તમને પિતાનું ઋણ ચૂકવવાની તક મળી. તમે કોઈ ચિંતા ના કરો અને પિતાની સાથે રહો. આ સાંભળીને ભાવિના મનમાં જે પણ ચિંતા હતી તે દૂર થઈ ગઈ હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your mind fly! ✨ Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page