Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratસુરતમાં બનેવીના જન્મ દિવસે ફિયાન્સી હોટલમાં જમવા ન આવતા સાળો પંખે લટકી...

સુરતમાં બનેવીના જન્મ દિવસે ફિયાન્સી હોટલમાં જમવા ન આવતા સાળો પંખે લટકી ગયો

સુરતના નાનપુરા સુથાર મહોલ્લામાં એક યુવકે બનેવીના જન્મ દિવસે જ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આપઘાત કરી લેનાર યુવકે બનેવીના જન્મદિવસે હોટલમાં જમવાનું આયોજન થયું હોવાથી પોતાની ફિયાન્સીને પણ નિમંત્રિત કરી હતી. જો કે તેણી ન આવતાં શાહનવાઝ પણ જમવા ગયો નહોતો. બાદમાં ઘરે એકલતાનો લાભ લઈ શાહનવાઝે આપઘાત કર્યો હતો. શાહનવાઝની 8 મહિના પહેલા જ સગાઈ થઈ હતી. એકના એક ભાઈને પતિના જન્મ દિવસે જ પંખા સાથે લટકતો જોઈ બહેન આઘાતમાં સરી પડી હતી.

પરિવારે જણાવ્યું હતું કે, શાહનવાઝ વકીલને ત્યાં ટાઈપીસ્ટ તરિકે કામ કરતો હતો. 20 વર્ષની ઉંમરે જ શાહનવાઝ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. એકની એક બહેન અને ભાણી સાથે ખૂબ જ લગાવ હતો. ગુરુવારના રોજ બનેવીનો જન્મ દિવસ હતો.

એટલે આખા પરિવારે સાંજનું ભોજન હોટેલમાં કરવાનું આયોજન કર્યું હતું. જોકે શાહનવાઝે ફિયાન્સીને બોલાવવાની બહેન સામે ઈચ્છા વ્યક્ત કરી હતી. સાંજે બહેને થનારી ભાભીને ફોન કરી પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે પરિવારે કોઈ કારણસર ન આવી શકે એમ કહ્યું હોવાની જાણ શાહનવાઝને થતા એ હતાશ થઈ ગયો હતો. છતાં એણે ફિયાન્સીને પાર્સલ પહોંચાડી દેવાની વાત બહેનને કરી હતી.

ત્યારબાદ ફિયાન્સીએ હું નહિ આવી શકું તમે જઇ આવો એમ કહી ફોન કાપી નાખ્યો હતો. જોકે રાત્રે હોટેલમાં ભોજન કરી ઘરે આવતા શાહનવાઝએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. એક બાળકને જાળીમાંથી અંદર ઉતારી દરવાજો ખોલાવતા બહેન-બનેવી અને ભાણીને શાહનવાઝ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અઠવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I tried my luck on this casino website and earned a considerable sum of earnings. However, eventually, my mother fell critically sick, and I wanted to withdraw some earnings from my account. Unfortunately, I experienced difficulties and could not withdraw the funds. Tragically, my mom died due to such gambling platform. I earnestly request your support in bringing attention to this concern with the online casino. Please assist me in seeking justice, to ensure others won’t face the pain I’m facing today, and avert them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page