Monday, April 15, 2024
Google search engine
HomeGujaratપાડોશી ઘરની બહાર ન આવતાં યુવાને રૂમનો દરવાજો ખોલ્યો, સામે જોયું તો...

પાડોશી ઘરની બહાર ન આવતાં યુવાને રૂમનો દરવાજો ખોલ્યો, સામે જોયું તો…

સુરતમાં એક શોકિંગ અને ચકચારી બનાવ સામે સામે આવ્યો છે. એક ઘરમાંથી એક સાથે બે-બે લોકોની લાશ મળી આવી હતી. પાડોશી દ્વારા રૂમનો દરવાજો ખખડાવ્યા બાદ પણ ખોલવામાં આવતા તેમણે અંદર જઈને તપાસ કરી હતી. પાડોશીએ જોયું તો યુવાનનો મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો અને તેની પત્ની જમીન પર પડેલી જોવા મળી હતી.

પ્રાપ્ત વિગત મુજબ સુરતના છેવાડે આવેલા ઉદ્યોગિક હજીરા વિસ્તારમાં સુવાલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પાણીની ટાંકી નજીક એક મકાનમાં દંપતી મૃત હાલતમાં મળી આવ્યાની જાણકારી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરતાં આ મકાનમાં રહેતા મૂળ છતીસગઢના વતની કંપનીમાં હેલ્પર તરીકે કામે જતા અનિલ સાહુ અને તેની પત્ની ભારતી સાહુનો મૃતદેહ તેમના ઘરમાં મળી આવ્યો હતો.

નોકરીનો સમય હોવાને કારણે તેના પડોશી તેને બોલાવી રહ્યો હતો પરંતુ અનિલ સાહુએ ઘરનો દરવાજો ખોલતા પડોશીએ દરવાજો ખોલી દીધો હતો. અગમ્ય કારણસર પતિ અનિલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. તેની પત્ની ભારતી મૃતદેહ જમીન ઉપર જ પડેલો હતો જેના પરથી તારણ કાઢવામાં આવી રહ્યું છે કે પહેલા પત્ની ને માર્યા બાદ પતિએ આપઘાત કરી લીધો હશે.

ઘટનાની જાણકારી મળતા જ મરનારનો ભાઈ સુનીલ સાહુ તાત્કાલિક બનાવવાની જગ્યા પર દોડી આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે છત્તીસગઢથી તેના ભાઈ અને ભાભી રોજીરોટી માટે અહીં સુરત સુવાલી ખાતે આવ્યા હતા. સેલ કંપનીમાં હેલ્પર તરીકે કામે જોડાયા હતા. હજી તો તેમના લગ્નને એક વર્ષ જેટલો પણ સમય નથી થયો છતાં પણ તેના ભાઈએ કયા કારણે આ પ્રકારનું પગલું ભર્યું છે તે અંગે અમે પરિવારના લોકો પણ સમજી શકતા નથી.

હજીરા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ દવે દ્વારા જણાવાયું છે કે છત્તીસગઢના રહેવાસી પતિ-પત્ની આ રૂમમાં એકલા રહેતા હતા. પતિ-પત્ની બંને મજૂરી કામ પર જતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અહીં જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે બંનેના મૃતદેહ જોવા મળ્યા હતા. તેમના પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દેવાયા બાદ આસપાસના અને તેમના પરિવારના લોકોના નિવેદનો લેવાના શરૂ કરાયા છે.

પોલીસના જણાવ્યા મુજબ હજી આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા તપાસ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page