Friday, April 12, 2024
Google search engine
HomeGujaratસુરતના પરિવારને સલામ, અંગદાનનું પવિત્ર કાર્ય કરી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

સુરતના પરિવારને સલામ, અંગદાનનું પવિત્ર કાર્ય કરી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

સુરત: સુરતમાં જૈન સુડતાલીસ શ્રીમાળી સમાજના બ્રેઈનડેડ પરેશભાઈ ચંદુલાલ શાહના પરિવારે તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી છે. પરિવારે આ કાર્યથી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

સુરતના મજુરાગેટ પાસે આવેલ બોથરા ફાઈનાન્સ લિ.માં મેનેજર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ કોવિડ મહામારીને કારણે થોડા સમયથી રજા ઉપર હતા. દરમિયાન ત્રણ દિવસ પહેલાં પરેશભાઈ તેમના પત્ની પદમાબેન સાથે આ કંપનીમાં તેમનો પગાર લેવા માટે ગયા હતા. પગાર લઈને તેઓ ઓફીસમાંથી નીચે ઉતરતા હતા ત્યારે ચક્કર આવવાથી પડી ગયા હતા. તેમજ તેમને ઉલ્ટી થતા તેઓને તાત્કાલિક બાજુમાં આવેલી નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા હતા.

હોસ્પિટલમાં CT સ્કેન કરાવતાં મગજની નસો ફાટી જવાથી બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. બીજા દિવસે 13મી મેના રોજ ડૉક્ટરોએ પરેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફના માધ્યમથી પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો પરિવારને સમજાવવા પરેશભાઈના ભાઈ પ્રકાશભાઈનું ખુબજ મહત્વનું યોગદાન રહ્યું હતું.

SOTTO દ્વારા લિવર અમદાવાદની સીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમે આવી લિવરનું દાન સ્વીકાર્યું હતું. આ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ દોઢ વર્ષથી લિવર સીરોસીસની બીમારીથી પીડાતા વડોદરાના 64 વર્ષીય વ્યક્તિ પર કરવામાં આવી રહ્યું છે. જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. આ ઉપરાંત બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું દાન થઇ શક્યું ન હતું. ફેફસાને હૈદરાબાદની એક હોસ્પિટલને તેમજ હૃદય ચેન્નાઈની એક હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા, પરંતુ લોજીસ્ટીક પ્રોબ્લેમને કારણે ફેફસા અને હૃદયનું દાન થઇ શક્યું ન હતું.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૮૨ કિડની, ૧૫૭ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૧ હૃદય, ૧૨ ફેફસાં અને ૨૮૬ ચક્ષુઓ કુલ ૮૭૩ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૦૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. I participated in this gambling website and secured a significant cash prize. However, later on, my mom fell seriously ill, and I had to withdraw some money from my account. Regrettably, I encountered problems and couldn’t process the withdrawal. Tragically, my mom passed on due to the online casino. I plead for your support in raising awareness about this website. Please help me out in seeking justice, so that others don’t experience the grief I’m going through today, and prevent them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page