વેપારીનું સરાહનીય કાર્ય: પતંગની દોરીની ગૂંચ આપી જનારને લોચો-ખમણ ફ્રી આપશે

આ વર્ષે સુરતીઓએ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા 2 દિવસની નહીં, પરંતુ 3 દિવસ માણી છે. ત્યારે હવે ઠેર ઠેર ઝાડ પર, ઇલેક્ટ્રિક વાયરો પર અને લાઇટના પોલો પર કપાયેલા પતંગો તથા ધારદાર દોરાઓ લટકતા જોવા મળી રહ્યાં છે. જોકે દોરાઓને કારણે અનેક નાના-મોટા અકસ્માતો પણ થતા જોવા મળે છે, જેમાં પશુ, પક્ષીથી માંડી માણસોને પણ જાન હાનિ થાય છે.

શહેરના એક જીવદયાપ્રેમી અને વેસુ આગમ આર્કેડમાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલવતા ચેતન અને પરેશે મળી અનોખી ઓફર જાહેર કરી છે. તેમણે એવી ઓફર આપી છે કે 500 ગ્રામ દોરીની ગૂંચ લાવનારને 500 ગ્રામ સાદા ખમણ તથા 1 કિલો દોરીની ગૂંચ લાવનારને 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રીમાં આપશે.

ઉલ્લેખનીય છે કે આમ તો સુરતીઓને નાસ્તામાં સૌથી પ્રિય લોચો અને ખમણ રહેતાં હોય છે, એવામાં જ ઉત્તરાયણના દિવસે આવી ઓફર મળી છે. વિક્રેતાએ કહ્યું હતું કે ઓફર 20 જાન્યુઆરી સુધી રાખી છે.

બાયડના વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં તથા પાલડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ સોની પાસેથી મળેલી વિગત મુજબ તેઓએ બાયડની સંખ્યાબંધ સોસાયટીઓમાં જાતે મોડી રાત્રિના સુમારે પગપાળા ચાલી અને ઉત્તરાયણ બાદ થાંભલા ઉપર કે રોડ ઉપર જેવી જગ્યાઓમાં દોરી લટકતી હતી તે અંદાજે ૩ કિલો જેટલી ભેગી કરી અને તેમના ઘરે લાવી સળગાવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *