Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratશું હાજર લોકો વીડિયો ઉતારવાના બદલે ગ્રીષ્માને બચાવી શક્યા હોત?

શું હાજર લોકો વીડિયો ઉતારવાના બદલે ગ્રીષ્માને બચાવી શક્યા હોત?

એક ઘટનાએ સમગ્ર ગુજરાતમાં લોકોનું લોહી ઉકાળી નાખ્યું છે. સુરતમાં નરાધમ યુવક દ્વારા એકતરફી પ્રેમમાં 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરિયાનું ગળું કાપી નાખવાની ઘટનાથી લોકો અંદરથી હચમચી ગયા છે. મામૂસ દીકરીને સરાજાહેર તડપી તડપીને મોત આપનાર યુવક પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. બીજી તરફ ઘટના સમયે મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતા કે વીડિયો ઉતારવામાં વ્યસ્ત લોકો સામે પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

ગ્રીષ્મા વેકરિયાની હત્યામાં ઘટના સમયે તમાશો જોઈ રહેલા લોકો અંગે અલગ અલગ મત રજૂ કરવામાં આવી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં એક વર્ગ કહી રહ્યો છે કે નરાધમ યુવક ગુસ્સામાંથી હોવાથી તેની પાસે જવું વ્યાજબી નહોતું. તે ઝનૂન ઝનૂનમાં બીજા કોઈને પણ નુકસાન પહોંચાડી શકે એમ હતો.

જ્યારે બીજા એક વર્ગનું માનવું છે કે હાજર લોકોએ વીડિયો ઉતારવાના બદલે ધાર્યું હોત તો ગ્રીષ્મા બચી શકી હોત. સોશ્યલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે નારાધમ યુવક પર પથ્થરો વરસાવ્યા હોત તો ગ્રીષ્માને બચાવી શકાઈ હોત. જ્યારે અમુક લોકો કહી રહ્યા છે કે યુવકને પાછળથી આવીને ધક્કો મારી દીધો હોત તો કાબૂમાં આવી શક્યો હોત.

બીજી તરફ હત્યા અંગે સુરત રેન્જ આઈ જી રાજકુમાર પાંડિયને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સમાજમાં પણ થોડીક રિસ્પોન્સિબિલીટી વધારવાની જરૂર છે. જ્યારે ઘટના બની રહી હતી ત્યારે બધા લોકો વીડિયો ઉતારી રહ્યા હતા. જો ઓછામાં ઓછા યુવક પર પથ્થર ફેંક્યા હોત તો ઘટનાને રોકી શકાઈ હોત. તેમણે એવું પણ કહ્યું હતું કે હું સોસાયટીને બ્લેમ નથી કરતો, ગુનો રોકવો એ તો પોલીસની જવાબદારી છે. પણ લોકો એકઠા થયા હતા તો ઘટના અટકાવી શકાઈ હોત.

શું હતો બનાવ
સુરતમાં શનિવાર સાંજે સરાજાહેર એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણી નામના યુવાને ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી નાખ્યું હતું. યુવકે યુવતીને છોડાવવા આવેલા યુવીતના ભાઈ પર પણ હુમલો કર્યો હતો. હત્યા બાદ યુવકે ઝેરી ખોળી ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવકને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મૂળ જૂનાગઢના નાગલપુરના વતની અને હાલ પાસોદરા પાટિયા-નવાગામ ખાતે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વેકરિયા (ઉં.વ.21) જે.જે.શાહ કોલેજમાં બી-કોમનો અભ્યાસ કરે છે. દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા મૂળ મોટી વાવડી, ગારિયાધારના વતની અને હાલ કાપોદ્રા સાગર સોસાયટીમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી છેલ્લા ઘણા સમયથી ગ્રીષ્માને હેરાન-પરેશાન કરતો હતો.

છેલ્લા કેટલાક દિવસથી યુવક ફેનિલ યુવતી ગ્રીષ્મા નો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. દરમિયાન એકતરફી પ્રેમમાં પાગલ બનેલા ફેશન ડિઝાઇનર ફેનીલ સાંજે ગ્રીષ્માના ઘરે પહોંચી ગયો હતો.

ગ્રીષ્મા વેકરિયાના મોટા પપ્પાએ આજે ફરી ઠપકો આપતા યુવક ફેનિલે ઉશ્કેરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી તેને રસ્તા પર લઈ ગયો હતો. યુવતીના પરિવાર સભ્યો તેમજ અન્ય લોકો ગ્રીષ્માને છોડી મુકવા આજીજી કરતા રહ્યા હતા પરંતુ ફેનીલ એકનો બે થયો ન હતો. અને નિર્દયી ફેનિલે સરાજાહેર પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. છોડાવવા વચ્ચે પડેલા ગ્રીષ્માના મોટા કાકા સુભાષભાઈને તેમજ ગ્રીષ્માના ભાઇ ધ્રુવને પણ ચપ્પુથી ઇજા પહોંચાડી હતી.

એટલું જ નહીં ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ ફેનિલ ગોાયાણીએ હુમલાની કોશિશ કરી હતી. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બાદમાં તેને સ્વિમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગ્રીષ્માના પિતા નાઇજીરીયામાં હીરાના વેપાર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રીષ્મા માતા વિલાસબેન અને ભાઇ સાથે રહેતી હતી. ગ્રીષ્માની હત્યાની જાણ થતાં જ તેના પિતા નાઇજીરીયાથી વતન આવવા રવાના થઈ ગયા છે. આ ચકચારી ઘટનાથી આખા ગુજરાતમાં રોષ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

બીજી તરફ આ ઘટનાની જાણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને થતા તેમને ગ્રીષ્માના પરિવારના સભ્યોની સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને આ મામલે યોગ્ય તપાસની બાંહેધરી પણ આપી હતી. તો બીજી તરફ આ ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરીયા મૃતક યુવતીના પરિવારના સભ્યોને સાંત્વના પાઠવવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં ગ્રીષ્માના પરિવારના સભ્યોએ પણ હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page