Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratહાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો, એક સાથે અંતિમયાત્રા નીકળી, પરિવારનું કરુણ આક્રંદ

હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો, એક સાથે અંતિમયાત્રા નીકળી, પરિવારનું કરુણ આક્રંદ

સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા 3 લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. કારમાં સવાર પાંચ વ્યક્તિ નવસારીના ચીખલીના હોવાનું અને મૃતકોમાં ત્રણેય ચીખલીના હોવાનું સામે આવ્યું છે.

સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત
મારૂતી સુઝુકીની અર્ટીગા કાર નંબર જીજે 21 સીબી 3974ના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. જેથી કારમાં બેઠેલા નિલીષભાઈ હરેશભાઈ પટેલને જમણા પગમાં જાંઘ પાસે ઈજા પહોંચી હતી. તથા પરીમલભાઈ પટેલને પગમાં ઈજા તથા શરીરે વતી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

મૃતકોના નામ
પિનલભાઈ રમણભાઈ આહીર(રહે.ફડવેલ ગામ, ચીખલી,જિ.નવસારી), યોગેશભાઈ ધનસુખભાઈ પટેલ(રહે.કંબાયો ગામ, વાંસદા જિ.નવસારી), નિલકમલ ગુલાબભાઈ પટેલ (રહે.કંબાયો ગામ, વાંસદા, જિ.નવસારી), ઈજાગ્રસ્ત- નિલેશભાઈ હરેશભાઈ પટેલ (રહે.લાખા વાડી, વાંસદા જિ. નવસારી), પરીમલભાઈ નટુલભાઈ પટેલ(ફડવેલ ચીખલી જિ.નવસારી)

અચાનક ધડાકાભેર અવાજ આવ્યો
વાંસદના ભીનાર ગામે મિત્રના લગ્નમાં હાજરી આપી અમે પરત ઘરે આવવા નીકળ્યા હતા. મધ્યરાત્રીના એકાદ વાગ્યાના સમયે વાંસદા અનાવલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. કાર નિલકમલ પટેલ ચલાવી રહ્યો હતો, હું પાછળની સીટ પર બેસીને મોબાઈલમા વોટ્સએપ તેમજ ફેસબુક ચેક કરતો હતો, ત્યારે અચાનક ધડાકાભેર અવાજ આવ્યો હતો, અને કારમાં મારા મિત્રોને લોહી લુહાણ હાલતમાં જોયા પછી, શુ થયું કંઈ સમજ પડી ન હતી. પાછળથી મિત્રોના મૃત્યું થયાની જાણ થઇ હોવાનું વાંસદના લાખાવાડી ગામના અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ નિલેશ પટેલે જણાવ્યું હતું.

અહીં અગાઉ પણ અનેક અકસ્માતો
મધ્યરાત્રીએ આંગલધરા ગામેં થયેલ ગોઝારા અકસ્માત સ્થળ વિસ્તારમાં અગાઉ ભૂતકાળમાં પણ રાત્રી દરમિયાન ઘણા જીવલેણ અકસ્માત થયા છે. જેમાં મોતનો આંકડો વધુ હોય છે. ગતરાત્રી દરમિયાન સર્જાયેલ ગંભીર અકસ્માત ફરી 3 યુવકોના કમકમાટી ભર્યુ મોત થયાં છે.

2 યુવકો ગુમાવનારૂ કંબોયા શોકગ્રસ્ત
આંગલધરા ગામે અકસ્માતમા ત્રણ યુવાન મિત્રોના મોતમાં બે યુવકો કંબોયા ગામના હોવાથી સોમવારના મૃતક 2 યુવાન મિત્રો નિલકમલ પટેલ અને યોગેશભાઈ પટેલની અંતિમયાત્રા એક સાથે નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયુ હતુ.

 

 

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this thrilling experience of discovery and let your imagination soar! ✨ Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of awe! ?

  2. I participated on this casino website and won a significant pile of earnings. However, eventually, my mother fell critically ill, and I needed to withdraw some funds from my casino balance. Unfortunately, I experienced problems and could not complete the withdrawal. Tragically, my mother died due to the online casino. I earnestly request your help in reporting this concern with the online casino. Please assist me to obtain justice, to ensure others do not endure the pain I’m facing today, and avert them from experiencing similar heartache. ??

  3. I participated on this gambling site and earned a significant amount of money. However, later on, my mother fell seriously sick, and I wanted to cash out some earnings from my wallet. Unfortunately, I experienced problems and was unable to finalize the cashout. Tragically, my mother died due to the gambling platform. I urgently ask for your support in addressing this situation with the online casino. Please aid me to obtain justice, to ensure others won’t have to experience the anguish I’m facing today, and avert them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page