Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratસુરતમાં પિતાએ સગી દીકરીને હવસનો શિકાર બનાવી, દીકરીની હાલત જોઈને તમારું લોહી...

સુરતમાં પિતાએ સગી દીકરીને હવસનો શિકાર બનાવી, દીકરીની હાલત જોઈને તમારું લોહી ઉકળી ઉઠશે

માનવતાને શર્મશાર કરતો એક જઘન્ય બનાવ સામે આવ્યો છે. આ બનાવ વાંચી તમારો સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જશે. કહેવાય છે કે દીકરી પિતાના કાળજાનો કટકો હોય છે. પણ સુરતમાં એક સગા પિતાએ દીકરીને હવસનો શિકાર બનાવી પાપ લીલા આચરી હતી. સુરતના સરથાણામાં પિતાએ 10 વર્ષની માસૂમ દીકરી પર રેપ આચર્યો હતો. પિતાની આ કરતૂતથી બાળકીના ગુપ્તાંગમાંથી ઈજાને કારણે અતિશય લોહી નીકળતું હોવાથી ઓપરેશન કરી ચાર ટાંકા લેવાની પણ ફરજ પડી હતી.

પ્રાપ્ત વિગ તમુજબ સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર ખુદ પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પોલીસથી બચવા માટે તેણે અજાણ્યો ઈશમ દીકરીની આવી હાલત કરી હોવાની કહાની ઘડી હતી. જોકે પોલીસ તપાસમાં ખુદ બાળકીએ પિતાની પાપલીલાનો ભાંડો ફોડ્યો હતો. માસૂમ બાળકીને સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી ત્યારે ગુપ્તાંગમાંથી અતિશય લોહી નીકળતું હતું. આથી ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી. હાલમાં 10 વર્ષની માસૂમ બાળકીને સ્મિમેરમાં આઇસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

પિતાએ પોલીસને ચકરાવે ચડાવવા વાર્તા ઘડી
નરાધમ બાપે જ માત્ર દસ વર્ષની સગી દીકરી પર બળાત્કાર ગુજાર્યા બાદ પણ જાણે આ હવસખોરને કોઈ અફસોસ ના હોય એમ પોતાનું પાપ છુપાવવા માટે માસૂમને ડરાવીધમકાવીને પોતે બનાવેલી કહાની જ પોલીસ સમક્ષ રજૂ કરવા માટે પણ દબાણ કર્યું હતું. નરાધમ બાપે બપોરના સમયે એક અજાણ્યો ઈસમ, જેના લાંબા વાળ અને કાનમાં બૂટી પહેરેલી તથા બ્લેક કલરનું ટી-શર્ટ પહેર્યું તેમજ નેપાળી જેવો દેખાતો હોવાનો કહાની બનાવી હતી. તેને આ જ કહાની પોલીસ અને ડોક્ટર સમક્ષ જણાવવા માટે પણ મજબૂર કરી હતી, પરંતુ મોડી રાત્રે બાળકીએ પોલીસને સમગ્ર હકીકત જણાવી દીધી હતી.

માતાએ વિશ્વાસ ન કર્યો
હવસખોર પિતાએ એક સપ્તાહ અગાઉ પણ પુત્રી પર દાનત બગાડી બળાત્કાર કરવાની કોશિશ કરી હતી, પરંતુ જે-તે સમયે બાળકી ઘરની બહાર નીકળી જતાં બચી ગઈ હતી. બાદમાં બાળકીએ આ વાતની જાણ તેની માતાને પણ કરી હતી, પરંતુ પુત્રીની વાત પર ભરોસો ન કરતા માતાએ કહ્યું હતું કે તારી વાત ખોટી છે, તે તારા પિતા છે, તારી સાથે આવું ન કરે. માતાએ આમ કહી વાતને ત્યાં જ ન દબાવી દીધી હતી.

સીસીટીવીથી પોલીસને કડી મળી
જોઈન્ટ પોલીસ કમિશનર સુરત પી.કે.મલે જણાવ્યું હતું કે બનાવ બહાર આવતાં મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. પોલીસે સમગ્ર બનાવમાં આજુબાજુના તમામ સીસીટીવી કેમેરાઓ તપાસવાની કામગીરી શરૂ કરી હતી. સીસીટીવી કેમેરાની તપાસ દરમિયાન તેના પિતા જ શંકાના દાયરામાં આવ્યા હતા. સવારે નવ વાગે બાળકીના મામા તેના ઘરે આવ્યા હતા, પરંતુ સાડાદસ વાગ્યાના અરસામાં તેઓ જતા રહ્યા બાદ 12.09 વાગે તેના પિતા ઘરમાં આવ્યા એવું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું.પિતા ઘરની બહાર નીકળ્યા હોવાનું પણ સીસીટીવી કેમેરામાં દેખાતાં આખરે પોલીસે મોડી રાતથી તેના પિતા પર શંકા હોવાને કારણે તેની ઊલટ પૂછપરછ કરવાની સાથે સાથે તેને પોલીસ અટકાયતમાં જ રાખ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે બાળકીએ સમગ્ર હકીકત પોલીસને જણાવતાં પોલીસે તેના પિતાની ધરપકડ કરી આગળની હાથ ધરી છે.

બાળકીને એકલી રાખી પોલીસે પૂછપરછ કરી
જોઈન્ટ પોલીસ કમિશનરે ઉમેર્યું હતું કે બાળકીને સારવાર માટે લાવવામાં આવી ત્યારે તેની સાથે તેની માતા અને પિતા બંને હતાં. શરૂઆતમાં પિતાએ ઇમર્જન્સી વિભાગમાં તબીબને ઘ૨માં બનાવેલી પોતાની કહાની તબીબો સમક્ષ રજૂ કરી હતી. તબીબોએ બાળકીને ગુપ્તાંગના ભાગમાંથી લોહી નીકળતું હોવાને કારણે તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી હતી અને આઈસીયુમાં દાખલ કરી હતી, પરંતુ મોડી રાત્રે પોલીસે બાળકીની માતાને બહાર મોકલી તેની પૂછપરછ હાથ ધરી હતી.

અંતે પિતાનો ફાંડો ફૂટ્યો
બાળકીએ આ કરતૂત પાછળ અન્ય કોઈ અજાણી વ્યક્તિ નહીં, પરંતુ તેના પિતાની જ પાપલીલા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આ સમગ્ર કહાની બનાવવા પાછળ પણ તેના પિતાનો જ હાથ હોવાનું જણાવ્યું હતું. તેના પિતાએ તેને ડરાવીધમકાવીને પોતાનું નામ લેવાની જગ્યાએ તેના દ્વારા કહેવામાં આવેલી કહાની જ પોલીસ અને ડોક્ટર સમક્ષ બોલવા માટે દબાણ કર્યું હોવાની પણ તેણે કબૂલાત કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page