Friday, April 12, 2024
Google search engine
HomeGujaratનરાધમ ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી નાખતા માતા વિલાસબેન બેભાન થઈને ઢળી પડ્યા...

નરાધમ ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી નાખતા માતા વિલાસબેન બેભાન થઈને ઢળી પડ્યા હતા

સુરતમાં પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામક યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. આ ઘટના બહાર આવજતાં જ આખું ગુજરાત હચમચી ગયું છે.

આ હીચકારી ઘટનામાં લાડલી દીકરીના મોતથી તેના માતા-પિતા હજી અજાણ છે. જ્યારે ગીષ્મા પર હુમલો થયો એ સમયે બેભાન થયેલી માતા વિલાસબેનને દીકરી સારવાર હેઠળ હોવાનું કહેવાયું છે. જ્યારે ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ આફ્રિકામાં છે. તેમને ભાઈ ધ્રુવનો અકસ્માત થયો હોવાનું કહીને સુરત પાછા બોલાવાયા છે. નંદલાલભાઈ આફ્રિકાથી મંગળવારે આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમ વિધિ કરાશે.

બીજી તરફ ગ્રીષ્માના ભાઈ ધ્રુવે નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી છે તેઅક્ષરશ: આ પ્રણાણ છે-
મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે. આજ રોજ મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરતી હતી કે, ‘ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવેલ હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે.’ આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહેલ કે, ‘તું શા માટે ગ્રીષ્માને હેરાન કરે છે?’ તેમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો.

ફેનિલે મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલ જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. તે પછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મુકી દીધું હતું, જેથી મારી બહેન અને અમોએ ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડેલ નહીં તેમજ બધા ગભરાઈ ગયેલ હોવાથી કોઈ વચ્ચે પડેલ નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલ અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલ. બાદમાં પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page