Friday, April 19, 2024
Google search engine
HomeGujaratસુરતના મહિલા PSI અને હેડકોન્સ્ટેબલે જે કામ કર્યું તે જાણી તમે પણ...

સુરતના મહિલા PSI અને હેડકોન્સ્ટેબલે જે કામ કર્યું તે જાણી તમે પણ મારશે સેલ્યુટ

એક સમયે પુણા વિસ્તારમાં મહીલાઓ, વિધવા બહેનો અને દિકરીઓને આવક મેળવવા અલગ અલગ જવેલરી બનાવતા શિખવાડતા ગોડાદરા પોલીસ સ્ટેશનના PSI શીતલ ચૌધરી સલાબતપુરાના અનાથાશ્રમ ખાતે દર રવિવારે એકટીવીટી કરાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ અહીં બાળકીઓએ ૫૦૦ જેટલી રાખડી બનાવી છે. જેના વેચાણ થી થનાર આવક પણ બાળકીઓ માટે જ વાપરવામાં આવશે.

દરેક બાળકમાં હુનર હોય છે અને સમય આવ્યે માતા- પિતા તેને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે જેથી બાળકનું ભવિષ્ય સારું બને. ત્યારે માતા- પિતા વગરના બાળકોની વાત કરવામાં આવે તો તેમને માટે ક્યાં તો તેમની સંભાળ લઈ રહેલ સંસ્થા પ્રયત્નો કરે છે અથવા સમાજસેવકો કરે છે. પરંતુ શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશનના એક પોલીસ સબ ઇન્સ્પેકટર અને પુણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની જોડી સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઢીંકા ચિકા ચાર્લી હાઉસ (અનાથઆશ્રમ) ખાતે બાળકીઓને દર રવિવારના રોજ એકટીવીટી કરાવી તેમના હુનરને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

PSI શીતલ ડી. ચૌધરી અને તેમના બહેન કામિનીબેન ડી.ચૌધરી અલગ અલગ ક્રાફ્ટની વસ્તુઓ શિખવાડીને તેમને હાલની પરિસ્થિતિમાં તેમજ ભવિષ્યમાં પગભર થવા માટેની તૈયારી કરાવી રહ્યા છે. આ અનાથાશ્રમમાં ૫ વર્ષ થી લઈને18 વર્ષ સુધીની દિકરીઓ છે. જેમાં કિશોરીઓને રાખડી બનાવતા શીખવાડી છે.

આ અંગે PSI શીતલ ચૌધરીએ કહ્યું કે, મારી પોસ્ટિંગ જ્યારે સલાબતપુરામાં હતી સમયે 498 (ક) ઝઘડાની ફરીયાદો આવતી હતી. જેને લઇને રુસ્તમપુરા વિસ્તારમાં મેં અને મારા બહેને વિધવાબહેનો, બાળકીઓ અને અન્ય મહિલાઓને જ્વેલરી બનવતા શિખવાડવાનુ નકકી કર્યું હતું. ફેબ્રિક તેમજ ઇમિટેશન જ્વેલરી નેકલેસ, બ્રેસલેટ જેવી વસ્તુઓ શીખવાડીને તેમને આર્થિક રીતે પગભર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે પણ તેઓ આ કામ કરે છે. જો કે અમે 2021માર્ચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અનાથ આશ્રમમાં ગયા હતા.

ત્યાં મને વિચાર આવ્યો કે આ બાળકીઓ માટે કંઈક કરવું જોઈએ. જેથી અમે દર રવિવારે તેમને એક અલગ અલગ એક્ટિવિટી કરાવવાનું નકકી કર્યું. 5 થી 14 વર્ષ સુધીની બાળકીઓને અલગ અલગ ક્રાફટ શિખવાડ્યા છે જ્યારે 15 થી 18 વર્ષ સુધીની 10-12 કિશોરીઓને રાખડી બનાવતા શીખવાડી છે. મહત્વની વાત એ છે કે બેસિક રીતે શીખ્યા બાદ તેમણે પોતાના જ આઈડિયાથી જે રાખડીઓ બનાવી છે તે લેટેસ્ટ ફેશનને અનુરૂપ છે અને અત્યંત સુંદર છે. 500 થી પણ વધુ રાખડી તેઓએ બનાવી છે. જેનું અગામી 7 ઓગષ્ટે એકઝીબિશન પણ રાખ્યું છે. તેમાંથી જે પણ રકમ આવશે તે બાળકીઓના ખાતામાં જમા કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page