Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપ્રેમમાં અંધ પત્નીએ પતિને પતાવી દીધો, લાશની બાજુમાં આ રીતે આખી રાત...

પ્રેમમાં અંધ પત્નીએ પતિને પતાવી દીધો, લાશની બાજુમાં આ રીતે આખી રાત કર્યો રોમાન્સ

પ્રેમમાં આંધળી પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને ઢોર માર મારી તેની હત્યા કરી નાંખ્યાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં હત્યા પછી પતિની લાશ બેડ પર પડી હતી અને પત્ની પ્રેમી સાથે રોમાન્સ કરતી હતી. બંનેએ આખી રાત શરીરસુખ માણ્યું હતું. આશ્ચર્ચની વાત છે કે હત્યા પહેલા પણ બંનેએ સાથે સમય પસાર કર્યો હતો. સવારે પ્રેમીને ઘરે જવાનું કહીને મહિલા સવારે બીજા ઘરે સાસુ પાસે પહોંચી અને ઘટનાની જાણ કરી હતી. પોલીસે તૂટેલા મોબાઇલ દ્વારા પત્નીની પ્રેમી સાથે ધરપકડ કરી લીધી છે.

ચોંકાવનારી આ ઘટના મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના સુઠાલિયા વિસ્તારની છે. ઘટનાની વિગત મુજબ 21 જાન્યુઆરીની રાતે બેરિયાખેડી ગામના 30 વર્ષીય રામ દિનેશ મીણાની હત્યા તેના ઘરમાં ઘૂસીને કોઈએ કરી નાખી હતી. પતિની બેરહેમીપૂર્વક હત્યા થઈ ગઈ અને બાજુમાં સૂતેલી પત્ની જ્યોતીની ઉંઘ ઉડી નહોતી. જે પછી પત્ની પર શંકા ગઈ અને પોલીસે તેની પૂછપરછ કરતાં હકીકત સામે આવી હતી.

પોલીસ ઈન્સ્પેક્ટર રઘુવંશીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન તેમને ઘરમાંથી એક તૂટેલો મોબાઇલ મળ્યો હતો. જેને કબજામાં લઈને પોલીસે રિપેર કરાવ્યો હતો. મોબાઇલ અંગે પોલીસે પૂછપરછ કરતાં તેને બહાના કાઢ્યા હતાં. કડક રીતે પૂછપરછ કરતાં તેણે ખુલાસો કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.

પ્રેમીએ મોબાઇલ ગિફ્ટ કર્યો હતો
મૃતકની 25 વર્ષીય પત્ની જ્યોતિએ જણાવ્યું કે, ગામમાં રહેતાં 35 વર્ષના ચેનસિંહ લોધા સાથે તેનું અફેર હતું. ચેનસિંહ આરોપી મહિલાની કરિયાણાની દુકાને આવતો-જતો હતો. અહીંથી જ બંનેને પ્રેમ થયો હતો. જે તૂટેલો મોબાઇલ મળ્યો છે, તે ચેનસિંહે તેને ગિફ્ટ કર્યો હતો. થોડાંક દિવસ પહેલાં પતિએ તેને મોબાઇલ પર ચેનસિંહ સાથે વાતચીત કરતાં પકડી લીધી હતી. અફેરની વાતની ખબર પડતાં પતિ-પત્ની વચ્ચે ખૂબ જ વિવાદ થયો હતો. મોબાઇલ તોડવાની અને ઝઘડાની વાત ચેનસિંહને જણાવી તો તેને નવો મોબાઇલ ગિફ્ટ કર્યો હતો. પતિ તેના પ્રેમ વચ્ચે આવતો હતો. આ માટે ચેનસિંહ સાથે મળીને તેને હટાવવાનું પ્લાનિંગ કર્યું હતું.

ડંડો માથામાં વાગતાં મરી ગયો હતો
21 જાન્યુઆરીની રાતે પતિ જમીને બેડ પર સૂઈ ગયો હતો. ગાઢ ઉંઘમાં પત્નીએ કોલ કરીને ચેનસિંહને ઘરે બોલાવ્યો હતો. હત્યા પહેલાં બંનેએ થોડોક સમય સાથે વિતાવ્યો હતો. આ પછી પ્રેમીએ સૂતેલા પતિ પર ડંડાથી હુમલો કરી દીધો હતો. ડંડો માથામાં વાગતાં જ તે મરી ગયો હતો. પતિની લાશ બેડ પર પડી હતી અને પત્ની પ્રેમી સાથે રોમાન્સ કરી રહી હતી. સવારે મહિલાએ પ્રેમીને ઘરે જવાનું કહ્યું અને સીધી સસરા પાસે પહોંચી અને આખી ઘટનાની માહિતી આપી હતી. પોલીસે પત્ની સાથે તેના પ્રેમીની પણ ધરપકડ કરી છે.

મૃતકને બે બાળકો છે.
રામ દિનેશની હત્યાના સમયે ઘરે પત્ની જ્યોતિ સાથે તેના બે બાળકો પણ હતાં. મૃતકના પિતા મદનલાલ ગામમાં જ અલગ મકાનમાં રહે છે. ઘટના અંગે જાણવાં પોલીસે સૌથી પહેલાં મૃતકની પત્ની સાથે વાત કરી હતી. બાળકોની ઉંમર 2 અને 4 વર્ષ છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits Embark into this exciting adventure of imagination and let your mind soar! ? Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page