Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywood'તારક મહેતા'ના દયાભાભીથી લઈ ડૉ. હાથી સુધી, આ કલાકારોએ બોલિવૂડ A, B...

‘તારક મહેતા’ના દયાભાભીથી લઈ ડૉ. હાથી સુધી, આ કલાકારોએ બોલિવૂડ A, B ગ્રેડ ફિલ્મમાં કર્યું છે કામ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 13 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. ગયા લૉકડાઉનમાં ચાહકો આ સીરિયલના એપિસોડ જોવા માટે આતુર હતાં. આ સીરિયલના દરેક કલાકારો ઘેર-ઘેર લોકપ્રિય છે. જોકે, આ સીરિયલના ઘણાં કલાકારોએ બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. આજે આપણે જોઈએ કે ‘તારક મહેતા’ના કયા કલાકારે કઈ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે.

દિશા વાકાણીઃ દયાભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લાં ત્રણ વર્ષથી આ શોમાં જોવા મળતી નથી. જોકે, દિશાએ બોલિવૂડ ફિલ્મમાં નાના-મોટા રોલ કર્યાં છે, જેમાં શાહરુખ-ઐશ્વર્યાની ‘દેવદાસ’, ઐશ્વર્યા-રીતિકની ‘જોધા અકબર’, આમિર ખાનની ‘મંગલ પાંડે’, પ્રિયંકા ચોપરાની ‘લવ સ્ટોરી 2050’ સામેલ છે. દિશાએ બી ગ્રેડ ફિલ્મ ‘કમસીન’માં પણ કામ કર્યું છે.

શ્યામ પાઠકઃ શ્યામ પાઠક ઉર્ફે પત્રકાર પોપટલાલે ચાઈનીઝ ફિલ્મ ‘લસ્ટ, કોશન’માં કામ કર્યું છે. આ ફિલ્મમાં શ્યામ પાઠકે જ્વેલરી દુકાનદારની ભૂમિકા ભજવી હતી. શ્યામ પાઠકે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો છે.

દીલિપ જોષીઃ દીલિપ જોષીની પહેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ હતી. આ ફિલ્મમાં સલમાન ખાનના ઘરના નોકર રામુની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ દિલીપ જોષીએ ‘હમ આપકે હૈ કૌન’, ‘ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘વોટ્સ યોર રાશિ’ સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. દિલીપ જોષીનો પહેલો ટીવી શો ‘કભી યે કભી વો’ હતો.


ઘનશ્યામ નાયકઃ ઘનશ્યામ નાયકે એટલે કે આપણા નટુકાકે અનેક ફિલ્મમાં કામ કર્યું છે. તેમણે 1960માં ‘માસૂસ’માં ચાઈલ્ડ આર્ટિસ્ટનો રોલ કર્યો હતો. તેમણે ઘણી ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘બેટા’, ‘તિરંગા’, ‘ક્રાંતિવીર’, ‘ઘાતક’, ‘ચાઈના ગેટ’ સહિત અઢળક હિંદી ફિલ્મમાં કામ કર્યું છે.

શરદ સાંકલાઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પુરુષોને ડિનર બાદ અબ્દુલની સોડાની દુકાને ગયા વગર ચાલતું નથી. અબ્દુલનો રોલ શરદ સાંકલાએ પ્લે કર્યો છે. શરદે ‘પ્યાર તો હોના હી થા’, ‘હમ હૈ બેમિસાલ’, ‘જાગૃતિ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

સ્વર્ગીય કવિ કુમાર આઝાદઃ સ્વર્ગીય કવિ કુમાર આઝાદે સીરિયલમાં ડૉ. હંસરાજ હાથીનો રોલ પ્લે કર્યો હતો. તેઓ પહેલી વાર ફિલ્મ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’માં જોવા મળ્યા હતા. ત્યારબાદ ‘બાઝીગર’, ‘આબરા કા ડાબરા’, ‘મદહોશી’, ‘જોધા અકબર’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

મુન મુન દત્તાઃ બબિતાજી એટલે કે મુન મુન દત્તાએ પણ ફિલ્મમાં કામ કર્યું છે. તેણે ‘મુંબઈ એક્સપ્રેસ’, ‘હોલીડે’, ‘ઢિંચાક એન્ટરપ્રાઈઝ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. મુન મુન દત્તા છેલ્લાં 16 વર્ષથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. મુન મુને શાહરુખ ખાન સાથે એક જાહેરાતમાં કામ કર્યું છે.

નેહા મહેતાઃ જૂનાં અંજલી ભાભી એટલે કે નેહા મહેતાએ હિંદી, ગુજરાતી તથા તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે. પહેલી ગુજરાતી અર્બન ફિલ્મ ‘બેટરહાફ’માં નેહા મહેતાએ લીડ રોલ પ્લે કર્યો હતો.

જેનિફર મિસ્ત્રી બંસીવાલઃ રોશન ભાભી એટલે કે જેનિફરે ‘હલ્લા બોલ’, અક્ષય કુમારની ‘એરલિફ્ટ’માં કામ કર્યું છે.

ભવ્ય ગાંધી: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનો સૌથી પહેલો ટપુ એટલે ભવ્ય ગાંધીએ વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘સ્ટ્રાઈકર’માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત સીરિયલ છોડી દીધા પણ તે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your mind roam! ? Don’t just read, experience the excitement! ? ? will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

  2. I participated on this gambling website and managed a significant amount, but later, my mother fell ill, and I wanted to take out some funds from my account. Unfortunately, I encountered difficulties and was unable to complete the withdrawal. Tragically, my mom died due to this gambling platform. I request for your help in lodging a complaint against this website. Please assist me to obtain justice, so that others won’t have to experience the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page