મહારાષ્ટ્રનું ચંદ્રપુર વિશ્વનું સૌથી ગરમ શહેર, 47.8 ડિગ્રી ગરમી નોંધાઈ
પૂણેઃ હાલ સમગ્ર દેશમાં ભીષણ ગરમીનો પ્રકોપ ચાલુ છે. મહારાષ્ટ્રનું ચંદ્રપુર મંગળવારે 47.8 ડિગ્રી તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત નાગપુર 47.5 ડિગ્રી સાથે બીજા નંબરે રહ્યું હતું. મધ્ય અને ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું. મોટા ભાગના વિસ્તારોનું તાપમાન 42થી 46 ડિગ્રીની આસપાસ રહ્યું છે…