Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodમારા પપ્પા છેલ્લાં શ્વાસ સુધી રાજાની જેમ કોરોના સામે લડ્યા હતા- ભવ્ય...

મારા પપ્પા છેલ્લાં શ્વાસ સુધી રાજાની જેમ કોરોના સામે લડ્યા હતા- ભવ્ય ગાંધી થયો ભાવુક

કોરોના સામેના જંગમાં ‘તારક મહેતા’ના જૂના ટપુ એટલે કે ભવ્ય ગાંધીએ તેના પિતા ગુમાવ્યા છે. ભવ્યના પિતા વિનોદભાઈ ગાંધીનું બુધવારે અવસાન થયું હતું. ગઈ કાલે ભવ્યના માતા યશોદાબેને મીડિયા સાથે વાત કરી પોતાની વેદના વ્યક્ત કરી હતી. દરમિયાન આજે ભવ્ય ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તેના પિતાને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે.

ખૂબ જ ઈમોશનલ પોસ્ટમાં ભવ્ય ગાંધીએ લખ્યું છે, ‘‘મારા પપ્પાને 9 એપ્રિલે કોરોના થયો હતો, ત્યાર પછી તેઓ ડૉક્ટરની દેખરેખમાં હતા અને યોગ્ય દવા લેતા હતા. તેઓ કોરોના સામેના જંગલમાં છેલ્લાં શ્વાસ સુધી પૂરી શક્તિ સાથે લડ્યા હતા. તેમણે રાજાની જેમ કોરોના સામે લડાઈ લડી હતી.’’

ભવ્યે લખ્યું, ‘‘મારી જિંદગીમાં જે પણ શ્રેષ્ઠ અને ઉત્તમ છે તેનું કારણ મારા પિતા હતા, છે અને રહેશે. કોરોના નહોતો થયો ત્યારે પણ મારા પિતાએ દરેક તકેદારી રાખી હતી. આમ છતાં તેમનો કોરોના થયો હતો. મારી તમને બધાને વિનંતી છે કે વેક્સિન લઈ લો. કોઈ અફવા પર વિશ્વાસ ન કરો. આ જીવલેણ વાઈરસમાંથી બચવા માટે વેક્સિન જ એક ઉપાય છે. ’’

આગળ લખ્યું, ‘‘મારા પિતા જ્યાં દાખલ હતા તે તમામ હોસ્પિટલના ડૉક્ટર. નર્સ અને બધા સ્ટાફનો અભાર. બધી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા બદલ સોનુ સુદ સર, રાકેશ કોઠારી, નરેન્દ્ર હિરાની, પિનાકીન શાહ, દાર્પેશ છાજેદનો આભાર. તમારા પરિવારનો પણ આભાર. આ કઠીન સમયમાં સપોર્ટ કરવા બદલ પ્રિય મિત્રોનો પણ આભાર. આશીર્વાદ અને પ્રાર્થના માટે બધાનો આભાર.’’

છેલ્લે ખૂબ જ ઈમોશનલ વાત કરતાં લખ્યું, ‘‘મને ખબર છે પપ્પા, તમે જ્યાં પણ હશો ખુશ હશો. બધું જ શીખવાડવા બદલ આભાર પપ્પા. આ લવ યુ. ફરી મળીશું પપ્પા. ’’

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Embark into this cosmic journey of imagination and let your imagination fly! ✨ Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the realms of discovery! ?

  2. I participated on this casino platform and succeeded a significant sum of money, but eventually, my mother fell ill, and I required to withdraw some earnings from my account. Unfortunately, I faced problems and could not finalize the cashout. Tragically, my mother died due to the online casino. I plead for your help in lodging a complaint against this site. Please assist me in seeking justice, so that others won’t experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. I participated on this casino platform and managed a substantial amount, but later, my mother fell ill, and I required to withdraw some funds from my balance. Unfortunately, I encountered problems and could not finalize the cashout. Tragically, my mother died due to the casino site. I plead for your support in lodging a complaint against this online casino. Please support me in seeking justice, so that others won’t have to face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  4. I played on this gambling site and won a significant sum of money. However, eventually, my mother fell seriously ill, and I needed to withdraw some earnings from my account. Unfortunately, I experienced issues and could not complete the withdrawal. Tragically, my mom died due to this online casino. I kindly plead for your help in reporting this concern with the site. Please help me to obtain justice, to ensure others won’t face the hardship I’m facing today, and avert them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page