તમામ ટેન્શન ચપટીમાં થઈ જશે દૂર જો સવાર સવારમાં જોઈ લો જેઠાલાલની આ તસવીરો

Bollywood

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓની આસપાસ ફરતાં સિચ્શનલ કોમેડી શોને બાળકો અને વદ્ધો બધા જ એન્જોય કરે છે. આ શોનું પાત્ર જેઠાલાલની ઘણી ફેન ફોલોઇંગ છે અને તે આ શોનું મુખ્ય પાત્ર છે. જેઠાલાલ ચંપકલાલ ગડાનું મનોરંજક પાત્ર છે અને વિશેષ વાત એ છે કે તેમના બોલવાનો અંદાજ, હાવભાવ બધા જોવા લાયક હોય છે. જેઠાલાલનું પાત્ર અભિનેતા દિલીપ જોશી ભજવી રહ્યા છે. અને દર્શકોનું માનવું છે કે આ પાત્ર તેમના સિવાય બીજું કોઈ ભજવી શકે નહી.

જેઠાલાલનાં એક્સપ્રેશન બહુજ અજબ-ગજબ હોય છે. જ્યારે તેઓ બાપુજીની સામે હોય છે, ત્યારે અલગ હોય છે. બબીતાજી સાથે નજરો મળે ત્યારે અલગ અને ભિડે સાથે જ્યારે બાખડે છે ત્યારે પણ અલગ હોય છે.

જેઠાલાલનું પાત્ર ભજવનારા દિલીપ જોશીએ આ પાત્રનાં દરેક મૂડને બહુજ સારી રીતે નિભાવે છે. દિલીપ જોશીએ પોતાની એક્ટિંગ કરિયર વર્ષ 1989માં શરૂ કરી હતી. તેઓ સલમાન ખાનની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’માં દેખાયા હતા.

ત્યારબાદ તેઓ ઘણા ગુજરાતી નાટકોમાં દેખાયા હતા. જેમાં સુમિત રાઘવન અને અમિત મિસ્ત્રીની સાથે ‘બાપુ તમે કમાલ કરી’ પણ સામેલ છે.

આ ત્રણેય શુભ મંગલ સાવધાન ટીવી શો માટે ઓળખાય છે. તેઓ ‘ફિર ભી દિલ હે હિન્દુસ્તાની’ અને ‘હમ આપકે હૈ કોન’માં પણ દેખાયા હતા. તેઓ ઘણી ટીવી સીરિયલ્સ ‘કભી યે કભી વો’, ‘હમ સબ એક હે’, ‘ ક્યાં બાત હે’, ‘દાલ મે કાલા’ અને ‘મેરી બીવી વન્ડરફુલ’માં દેખાયા હતા.

ઉલ્લેખનીય છેકે, તારક મહેતાને નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવી રહી છે. તારક મહેતાનો શો ગુજરાતી સાપ્તાહિક મેગેઝિન ચિત્રલેખાનાં કટાર લેખક અને પત્રકાર / નાટ્યકાર તારક મહેતા દ્વારા લખેલી કોલમ ‘દુનિયાના ઉંધા ચશ્મા’ પર આધારિત છે.

જેઠાલાલ ગડા સિવાય તેના પાત્રો દયા બેન, ટપ્પુ, ચંપક લાલથી લઈને ભિડે ભાઈ, સોઢી, ડો.હાથી, ઐયર ભાઈ, બબીતા જી, બાઘા અને બાવરી ફેમસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *