22 વર્ષની ટીચરે 16 વર્ષના સ્ટુડન્ટ સાથે ન કરવાનું કર્યું, પછી જે થયું એ…

એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક 22 વર્ષની ટીચર પોતાના સગીર વિદ્યાર્થીની સાથે ભાગી ગયા છે. આ ઘટનાને લઈને સગીરના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસનું કહેવું છે કે, બન્નેની શોધખોળ ચાલુ છે અને બન્નેને બહુ જલ્દી શોધી લેવામાં આવશે.

આ ઘટના ઉત્તર પ્રદેશના નોઈડાની છે. જ્યાં એક શિક્ષિકાને પ્રેમનો એવો મોહ ચઢ્યો કે તે પોતાના 16 વર્ષના સગીર વિદ્યાર્થીની સાથે જ ભાગી ગઈ હતી. હવે વિદ્યાર્થીના પિતા સેક્ટર 113ના પોલીસ સ્ટેશનમાં શિક્ષિકાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

સુત્રો પ્રમાણે, સેક્ટર 123ની રહેવાસી 22 વર્ષની ટીચર ઘરમાં બાળકોને ટ્યુશન કરાવતી હતી. ટીચરના ઘરની સામે જ એક 16 વર્ષનો છોકરો રહે છે. કહેવામાં આવી રહ્યું છે, સગીર ટીચરની પાસે ભણવા જતો હતો. તે સમયે બન્ને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને બન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતાં. આરોપ છે કે, રવિવારે બન્ને ઘરેથી ભાગી ગયા હતાં.

વિદ્યાર્થીના પિતા મૂળ દેવરિયાના રહેવાસી છે. સગીરના પિતાએ ફરિયાદ પ્રમાણે, તેમનો 16 વર્ષનો પુત્ર રવિવારે લગભગ 1.30 વાગે ઘરેથી આંટીના ઘરે જવાનું કહીને નીકળી ગયો હતો પરંતુ તે સાંજ સુધી ઘરે પરત ફર્યો નહતો.

સગીર વિદ્યાર્થીના પિતાએ પોલીસને કહ્યું કે, સામે રહેનાર 22 વર્ષની ટીચર તેને ફોસલાવીને લઈને ભાગી ગઈ છે. છોકરાના પિતાની ફરિયાદ બાદ પોલીસે શિક્ષિકાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલ આ ઘટનાને લઈને તપાસ ચાલુ છે.

આ ઘટનાને લઈને એડિશનલ ડીસીપી આશુતોષ દ્વિવેદીએ કહ્યું કે, ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. માહિતી મળી છે કે, છોકરો તે યુવતી પાસે ભણવા જતો હતો. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાતો પણ સામે આવી છે. હાલ બન્નેની તપાસ ચાલુ છે અને બહુ જલ્દી બન્નેની શોધી લેવામાં આવશે.

Similar Posts