કોલકત્તા એરપોર્ટ પર MS ધોની સાથે શું બની અજીબ ઘટના? જાણો

Feature Right Sports

કોલકત્તા એરપોર્ટ પર ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ખરાબ અનુભવ થયો હતો. મહેન્દ્ર સિંહ ધોની કોલકત્તાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે ધોનીનો સામાન અન્ય કોઈ વ્યક્તિ ઉપાડીને ચાલતી પકડી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીનો એક જેવો સામાન હોવાથી પેસેન્જર તેનો સમજી ઉઠાવીને લઈ ગયો હતો જોકે પાછળથી ખબર પડી કે, આ સામાન તો તેનો નહીં. મહેન્દ્ર સિંહ ધોનીનો સામાન એરલાઈનના કર્મચારીએ ભૂલથી અન્ય વ્યક્તિને આપી દીધો હતો તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

કથિત રીતે એમએસ ધોની નવી દિલ્હીથી કોલકત્તા માટે રવાના થયો હતો. દિલ્હી એરપોર્ટથી ઉડાન ભર્યાં બાદ ધોની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેના સામાનની અદલા બદલી થઈ તેની જાણ થઈ હતી.

એરલાઈન્સને જ્યારે આ ઘટનાની જાણકારી થઈ ત્યારે તાત્કાલીક માફી માંગી હતી. જોકે કંપનીએ તાત્કાલીક માહિતી મળતાંની સાથે જ બીજા પેસેન્જરને કહ્યું હતું કે, ભાઈ તમારો સામાન ભૂલથી ધોની પાસે પહોંચી ગયો છે અને ધોનીનો સામાન તમારી પાસે આવી છે. કંપનીએ કબુલ્યું હતું કે, તેના કર્મચારીની મિસમેનેજમેન્ટના કારણે મુસાફરોને આવી તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *