Tuesday, March 5, 2024
Google search engine
HomeFeature Bottomઅફઘાનિસ્તાન સામે જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ કયા-કયા રેકોર્ડ બનાવ્યા?

અફઘાનિસ્તાન સામે જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ કયા-કયા રેકોર્ડ બનાવ્યા?

નવી દિલ્હીઃ શનિવારે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોની સારી બોલિંગની મદદથી ભારતે 11 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતના 224 રન સામે અફઘાનિસ્તાન 213 રનમાં જ સમેટાઈ ગયું હતું. જીતની સાથે જ ભારતે મેચમાં કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા હતા.

શનિવારે ભારતે અફઘાનિસ્તાન સામે મેળવેલી જીત વર્લ્ડ કપમાં સૌથી ઓછા રનના અંતરથી મેળવેલી જીત હતી. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 11 રને હાર આપી હતી. આ પહેલા 1987માં ભારતે ન્યૂઝિલેન્ડને 16 રને, 2011માં પાકિસ્તાનને 29 રને અને 1983માં ઝિમ્બાબ્વેને 31 રને હાર આપી હતી.

અફઘાનિસ્તાન સામે જીત સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં સૌથી વધારે મેચ જીતનારી ત્રીજી ટીમ બની છે. આ જીત ભારતનો વર્લ્ડ કપમાં 50મો વિજય હતો. 67 જીત સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ અને 53 જીત સાથે ન્યૂઝિલેન્ડ બીજા નંબરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments