‘ગબ્બર’ની ગેરેજમાં આવી લક્ઝુરિયસ કાર, જાણો કેટલી ગાડિઓનો માલિક છે આ ખેલાડી

Sports

IPL 2021ની બીજી સિઝન 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવાની છે. આ પહેલાં દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન શિખર ધવને પોતાને એક નવી કાર ગિફ્ટ કરી છે. ભારતીય ટીમના ગબ્બરે હાલમાં પોતાના કારના કલેક્શનમાં BMW M8 Coupeને સામેલ કરી છે. આ ભારતની સૌથી મોંઘી કારમાંથી એક છે. તો અમે તમને જણાવીએ શિખર ધવનની આ કાર અને અન્ય કારના કલેક્શન વિશે.

હાલમાં જ BMWએ પોતાના પેજ પર શિખર ધવન સાથે તેમની નવી કારનો ફોટો શેર કર્યો છે અને તેમને શુભેચ્છા આપી છે. આ કાર ગયા વર્ષે જ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે અને તેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. જે ભારતીય બજારમાં કંપનીના સૌથી મોંઘા મોડેલમાંથી એક છે.

BMW M સિરીઝવના બે વેરિઅન્ટ 8 સિરીઝ Gran Cope અને M8 Coupeમાં આવે છે. જોકે, શિખર ધવને બ્લેક કલરની M8 વેરિઅન્ટ ખરીદી છે.

આ કારની વાત કરીએ તો તેમાં 4.4 લીટર V8 ટ્વિન ટર્બો S63 પેટ્રોલ એન્જિન છે. જે 591bhpનો પાવર અને 750 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. આ 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ છે. BMW M8 માત્ર 33 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. જેની વઘુમાં વધુ સ્પીડ 250 કિલોમીટર/કલાક છે.

આ કારના બ્રેકિંગ ફંક્શન ડ્રાઇવિંગનો સારો એક્સપિરિયન્સ આપે છે. જેમાં ઓલ વ્હીલ ડ્રાઇવ ટેક્નોલોજી MDrive પણ છે. BMW M8ને પણ વિશેષ રીતે ડ્રાઇવર માટે ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં વજન ઓછો કરવા માટે છત પર કાર્બન ફાઇબર મટિરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ધવનની આ કાર વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવી છે. જે ખૂબ જ અલગ દેખાય છે અને તે સરળતાથી કોઈનું પણ ધ્યાન આકર્ષિત કરી શકે છે.

આ ઉપરાંત શિખર ધવન પાસે એક ઑડી q7 પણ છે. જે ઘણાં ફેમસ સેલિબ્રિટીની પસંદગીની કારમાંથી એક છે. તેમાં એક 3.0 લીટર એન્જિન છે જે 252bhpનો પાવર અને 370nmનો ટોર્ક ઉત્પન્ન કરે છે. જે 8 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલો છે. આ કારની એક શૉરૂમ કિંમત લગભગ 90 લાખ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે, શિખરને ક્રિકેટની સાથે સાથે કારનો પણ ખાસ શોખ છે. તેમની પાસે Mercedes GL350 CDI SUV કાર પણ છે. તેમાં એક 3.0 લીટર V6 ડીઝલ એન્જિન છે જે 258bhp જનરેટ કરે છે. આ 7 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલો છે અને તે ઓલ વ્હીલ ડ્રાઇવ કાર છે. તેની કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે.

કાર ઉપરાંત ધવનને બાઇકનો પણ ખૂબ જ શોખ છે. તેમની પાસે Suzuki Hayabusa GSZ1300R બાઇક છે. જેમાં 1340CCનું 4 સિલિન્ડરવાળું એન્જિન આપવામાં આવ્યું છે. જે 197bhpનો પાવર અને 155nmનો ટોર્ક જનરેટ કરે છએ. આ બાઇક માત્ર 2.76 સેકન્ડમાં 0-60 કિલોમીટરની સ્પીડ પકડી લે છે. તેની મહત્ત્મ સ્પીડ 312 કિલોમીટર પ્રતિ કલાક છે. 6 સ્પીડ ગિયરબોક્સવાળું આ બાઇક 17 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપે છે. આ બાઇકની એક્સ શૉરૂમ કિંમત લગભગ 14 લાખ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *