Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalભારતમાં હજી ટેસ્લા આવી પણ નથી ને મુકેશ અંબાણીએ ખાસ આયાત કરીને...

ભારતમાં હજી ટેસ્લા આવી પણ નથી ને મુકેશ અંબાણીએ ખાસ આયાત કરીને મગાવી છે

મુંબઈઃ અમેરિકાની દિગ્ગજ તથા દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક કંપનીના નિર્માતા ટેસ્લાએ આ વર્ષની શરૂઆતાં જાહેરાત કરી હતી કે તે ભારતમાં ટેસ્લા લોન્ચ કરશે. કંપનીએ 8 જાન્યુઆરીના રોજ આ અંગેની માહિતી આપી હતી. પછી ટેસ્લા કાર પ્રેમીઓ આતુરતાથી આ કારની રાહ જોઈ રહ્યા છે. માનવામાં આવે છે કે ઇલન મસ્ક ભારતીય માર્કેટમાં પોતાની મોડલ 3 ટેસ્લા ઇલેક્ટ્રિક કારને સૌ પહેલાં લોન્ચ કરશે. હાલમાં બેંગલુરુના રસ્તા પર ટેસ્લાની મોડલ 3 કાર જોવા મળી હતી.

આ ભારતમાં પહેલી ટેસ્લા મોડલ 3 કાર છે. દેશમાં પહેલેથી જ ટેસ્લાના કેટલાંક મોડલ તો છે. જોકે, કેટલાક લોકોએ ટેસ્લા મોડલને અંગત રીતે ઓર્ડર આપ્યો છે, જેમાં મુકેશ અંબાણી તથા પ્રશાંત રુઈયા જેવા બિઝનેસમેન તથા બોલિવૂડ સ્ટાર રિતેશ દેશમુખ પાસે પહેલેથી જ કરોડો રૂપિયાની ટેસ્લા કાર છે.

ટેસ્લાએ ભારતમાં મોડલ 3 ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ સેડાનનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે, પરંતુ હજી સુધી સત્તાવાર લૉન્ચની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન પહેલી ટેસ્લા મોડલ 3 બેંગલુરુમાં જોવા મળી હતી. રેડ રંગના મોડલ 3 ઇવીની તસવીર ઓનલાઇન શૅર કરવામાં આવી હતી. આ મોડલ 3 ડ્યુઅલ મોટર વેરિઅન્ટ છે.

આ પહેલાં ટેસ્લા મોડલ 3ને પુનાના રસ્તાઓ પર જોવામાં આવ્યું હતું. ટેસ્લાના લાઇનઅપમાં વાદળી રંગની એન્ટ્રી લેવલ મોડલને પુનામાં ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યું હતું. ભારતમાં જોવા મળતું મોડલ ટેસ્લાનું બેઝ વેરિઅન્ટ નથી, પરંતુ મિડ સ્પેક વેરિએન્ટ હતું. મોડલ 3ને ડ્યુઅલ મોટર ઓલ વ્હીલ ડ્રાઇવ, ક્વિક એપ્લિકેશન, લાંબી ડ્રાઇવિંગ રેન્જ તથા ફાસ્ટ ચાર્જિંગની સાથે શાનદાર ઇલેક્ટ્રિક પાવર્ડ પર્ફોર્મન્સ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

ડ્રાઇવિંગ રેન્જ તથા સ્પીડઃ ટેસ્લા મોડલ 3 સિંગલ તથા ડ્યુઅલ મોટર સેટઅપમાં મળે છે. ટેસ્લા મોડલ 3ના બેઝ વેરિઅન્ટને એકવાર ફુલ ચાર્જ કરી દેવામાં આવે તો તે 423 કિમી સુધી જઈ શકે છે. આ કાર 6 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડે છે. જોકે, આ કારના ટોપ વરિએન્ટને એકવાર ફુલ ચાર્જ કરવામાં આવે તો તે 586 કિમી સુધી ચાલે છે. આ વેરિઅન્ટ માત્ર 3 સેકન્ડમાં 0થી 100 પ્રતિ કલાકની સ્પીડે ઝડપ પકડે છે.

શાનદાર ફીચર્સઃ આ ફીચરની સાથે ટેસ્લા મડોલ 3માં તમે તમારો એન્ડ્રોઇડ તથા આઈઓએસ ફોનને ટેસ્લા મોડલ 3ની ચાવી તરીકે ઉપયોગમાં કરી શકો છે. આ સાથે જત મારા ફોનની સાથે શારીરિક રીતે કંઈ જ કરવાની જરૂર નથી. ત્યાં સુધી કે તમારો ફોન ખિસ્સામાં છે તો મોડલ 3 પોતાની રીતે જાણી લે છે અને દરવાજાને ઓટોમેટિક રીતે અનલોક કરે છે.

5 સ્ટાર સેફ્ટી રેટિંગઃ ટેસ્લા મોડલ 3એ 2019માં યુરો એનસીએપી સેફ્ટી ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ હાંસિલ કર્યું હતું. નવા મોડલમાં પણ આ જ પરિણામ મળશે, તેવી આશા છે. એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોટેક્શનમાં 96 ટકા તથા ચાઇલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શનમાં 86 ટકા અંક મેળવ્યા હતા.

સીબીયુ રૂટથી વેચાણ થશેઃ મોડલ 3 ટેસ્લાની સૌથી સસ્તી તથા સૌથી વધુ વેચાતી કાર છે. ભારતીય માર્કેટમાં આ જ મોડલ સૌ પહેલાં લૉન્ચ કરવામાં આવશે. આ કારને ભારતમાં કમ્પ્લિટલી બિલ્ટ યુનિટ (સીબીયુ) તરીકે વેચાણ કરવામાં આવશે. ટેસ્લાએ પોતાના ઉત્પાદનનો પ્લાન્ટ તૈયાર કર્યો નથી. આથી મોટી સંખ્યામાં આયાત કરવામાં આવશે અને ભારતીય ગ્રાહકોને વેચવામાં આવશે.

કિંમતઃ ટેસ્લા મોડલ 3ને અમેરિકાના માર્કેટમાં 39,990 ડોલરમાં વેચવામાં આવી હતી. ભારતીય ચલણ પ્રમાણે, 30 લાખ રૂપિયા થાય છે. જોકે, આ કાર પર કસ્ટમ ડ્યૂટી લાગતા કાર 70 લાખની આસપાસ પડશે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this cosmic journey of discovery and let your imagination fly! ? Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I engaged on this online casino site and managed a substantial sum of money, but eventually, my mom fell sick, and I needed to withdraw some funds from my casino account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I implore for your assistance in lodging a complaint against this site. Please support me to obtain justice, so that others won’t face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Embark into this cosmic journey of knowledge and let your mind roam! ? Don’t just read, savor the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page