Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightકઈ ટીમ વર્લ્ડ કપ જીતશે? આ સવાલનો IAS સુમિત કુમારે શું આપ્યો...

કઈ ટીમ વર્લ્ડ કપ જીતશે? આ સવાલનો IAS સુમિત કુમારે શું આપ્યો જવાબ?

નવી દિલ્હી: યુપીએસસી સિવિલ સર્વિસ ઈન્ટરવ્યૂમાં ઉમેદવાર સુમિત કુમારની હોબીમાં ક્રિકેટનો વિકલ્પ જોઈને પુછવામાં આવ્યું હતું કે, વર્લ્ડ કપ કઈ ટીમ જીતશે? ઉલ્લખનીય છે કે યૂપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2018નાં ઈન્ટરવ્યૂ આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થયા હતા જ્યારે વર્લ્ડ કપ 30મે 2019નાં રોજ શરૂ થયો હતો. આ પ્રશ્ન પર ઉમેદવાર સામે મોટો પ્રશ્ન એ હતો કે તે કઈ ટીમનું નામ લે છે?

આ ઈન્ટરવ્યૂમાં બિહારનાં જમુઈનાં સુમિત કુમારે એટલી શાનદાર રીતે જવાબ આપ્યા હતો કે, તેણે 2018માં 53મો રેન્ક મેળવ્યો હતો. તેણે પોતાના ડીએએફ એટલે કે ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મમાં પોતાનો શોખ ક્રિકેટનો ઉલ્લેખ કર્યો હતો. પેનલિસ્ટે એકેડેમિક અને પર્સનલ બેકગ્રાઉન્ડ છોડીને તેને ક્રિકેટ વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું.

સુમિતે એક વાત-ચીત દરમિયાન જણાવ્યું હતું કે, પુછવામાં આવેલા પ્રશ્નમાં એક રીતે બે પ્રશ્ન પુછવામાં આવ્યા હતા. પ્રશ્ન હતો કે તમે આ વર્લ્ડ કપમાં કઇ ટીમને સપોર્ટ કરી રહ્યા છો? કોને જીતતા જોવા ઈચ્છો છો? તમે વર્લ્ડ કપ જોવા માટે ઘણાં ઉત્સુક છો? આ તમામ પ્રશ્નોના સુમિત જવાબ આપતાં જણાવે છે કે, સૌથી પહેલા તો મેં તેમના પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે, હું તો ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યો છું અને તેને જ જીતતું જોવા ઇચ્છું છું. મારી ઉત્સુક્તા પણ છે કે હું વર્લ્ડ કપ જરૂર જોઉં.

ત્યાર બાદ સુમિતને બીજી ટીમો વિશે પુછવામાં આવ્યું હતું. પેનલિસ્ટે કહ્યું હતું કે, જો તમે બીજી ટીમોને જોઈ રહ્યા છો તો શું તેમાંથી કોઈ વર્લ્ડ કપની દાવેદાર છે? આના જવાબમાં સુમિતે જવાબ આપ્યો કે, ટીમો તો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ પણ સારી છે પરંતુ ઈંગ્લેન્ડની પિચો સ્કોરિંગ છે અને તેમની પાસે હિટર્સ પણ છે. સુમિતને ઈન્ટરન્યૂમાં 179 અંક મળ્યાં અને તેણે ઓલ ઈન્ડિયામાં 53મો રેન્ક મેળવ્યો હતો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Embark into this cosmic journey of imagination and let your imagination fly! ✨ Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

  2. I engaged on this online casino site and won a significant amount, but later, my mom fell ill, and I required to withdraw some funds from my casino account. Unfortunately, I experienced problems and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to the casino site. I plead for your support in lodging a complaint against this website. Please assist me to obtain justice, so that others won’t have to face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page