Monday, April 15, 2024
Google search engine
HomeNationalઅમીર ઘરમાં થયાં છે આ ક્રિકેટ સ્ટાર્સના લગ્ન, પત્નીઓ છે ખૂબ જ...

અમીર ઘરમાં થયાં છે આ ક્રિકેટ સ્ટાર્સના લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર

આપણાં દેશમાં બોલિવૂડ અને ક્રિકેટ અંગે જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. અત્યારે બંને ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ લોકપ્રિયતા જબરદસ્ત છે. એવાં ઘણાં સ્ટાર્સ છે જે પોપ્યુલારિટી અંગે દિગ્ગજ બોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ મૂકી દ છે. એવામાં આ ક્રિકેટર્સ વિશે પણ દરેક ફેન્સ જાણવાં ઉત્સુક રહે છે. ફેન્સ ઘણીવાર આ ક્રિકેટર્સની પ્રોફેશનલ લાઇફ સાથે પર્સનલ લાઇફ વિશે પણ જાણવા માગે છે. એવામાં અમે તમને આજે તે ક્રિકેટર્સ વિશે જણાવી રહ્યા છીએ. જેમની પત્નીઓ ખૂબ જ સુંદર છે અને અમીર ઘરની છે. તો આવો જાણીએ કે આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.

રોહિત શર્મા
ટીમ ઇન્ડિયાના બેટ્સમેન રોહિત શર્માની આક્રમક બેટિંગ વિશે દરેક લોકો જાણે છે. રોહિતની બેટિંગ આખી દુનિયા પસંદ કરે છે. રોહિતની પ્રોફેશન લાઇફ ફિટ છે અને તેમની પર્સનલ લાઇફ સુપરહિટ છે. તેમણે વર્ષ 2015માં રીતિકા સજદેહ સાથે લગ્ન કર્યાં હતાં. રીતિકાની વાત કરીએ તો તે ખૂબ સુંદર હોવાની સાથે અમીર ઘરથી પણ છે.તેમના પિતાનો મુંબઈમાં મોટો બંગલો છે અને તે ખૂબ જ મોટી સંપતિના માલિક છે. સાથે જ રીતિકાનો ભાઈ સેલિબ્રિટી મેનેડર છે. જેના ઇન્ડસ્ટ્રીમાં સારા રિલેશન પણ છે.

રવિન્દ્ર જાડેજા
ભારતીય ક્રિકેટ જ નહીં વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ફિટ ખેલાડી રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે. રીવાબા મીકેનિકલ એન્જીનિયર પણ છે. આ ઉપરાંત તેમનો આખો પરિવાર રાજનીતિમાં એક્ટિવ છે. રીવાબાનો પરિવાર ગુજરાતના અમિર ઘરમાંથી છે. જમાઈને સસરાએ ગિફ્ટમાં ઓડી કાર પણ આપી હતી.
સચિન તેડુંલકર
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેડુંલકરે ક્રિકેટમાં ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યાં છએ. તેને તોડવા લગભગ મુશ્કેલ છે. સચિનની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમણે અંજલિ સાથે લવ મેરેજ કર્યાં છે. રસપ્રદ વાત છે કે, સચિન અને અંજલિ વચ્ચે 6 વર્ષનો ફરક છે. અંજલિ ખુદ એક ડૉક્ટર છે અને તેમના પિતાનું બિઝનેસની દુનિયામાં સૌથી મોટું નામ છે.

વિરેન્દ્ર સહેવાગ
ધમાકેદાર ઓપનર વિરેન્દ્ર સહેવાગના નામથી દુનિયાના ઘણાં દિગ્ગજ બોલર ડરતાં હતાં. તે લગભગ 15 વર્ષ સુધઈ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહ્યા હતાં. તેમણે વર્ષ 2004માં આરતી અહલાવત સાથે લવ મેરેજ કર્યાં હતાં. આરતી દેખાવમાં સુંદર છે અને તેમના પિતા એક ફેમશ વકીલ છે અને ખૂબ જ અમિર છે.

હરભજનસિંહ
દુનિયાભરના દિગ્ગજ બેટ્સમેનને પોતાના સ્પિનની જાળમાં ફસાવનારા ખેલાડી હરભજનસિંહે ગીતા બસરા સાથે લગ્ન કર્યાં છે. ગીતા બસરાની વાત કરીએ તો તે પહેલાં એક્ટ્રસ હતી. જ્યારે તેમના પિતા રાકેશ બસરા ઇંગ્લેન્ડના એક મોટા બિઝનેસમેન હતાં.
ગૌતમ ગંભીર
વર્ષ 2007માં ટી-20 અને 2011માં વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી વધુ રન ફટાકરનારા ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટ ટીમના એક મહત્ત્વના ખેલાડી હતાં. જોકે, હવે ગૌતમ ક્રિકેટ ઉપરાંત રાજનીતિમાં સક્રિય છે અને વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી જીતી તે સાંસદ પણ બની ગયાં છે.ગૌતમ ગંભીરની અંગત જિંદગીની વાત કરીએ તો તેમણે નતાશા જૈન સાથે લગ્ન કર્યા છે, જે રવિન્દ્ર જૈનની દીકરી છે. રવિન્દ્ર જૈન એક કાપડના વેપારી છે, જેમનો આખા દેશમાં કાપડનો વેપાર છે.
RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! ? Dive into this exciting adventure of discovery and let your mind roam! ? Don’t just read, savor the thrill! ? Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page