જીવનના તમામ દુઃખ-સંકટો દૂર કરી દેશે આ પાંચ ચમત્કારિક મંત્રો, જાણો તેના ચમત્કારી લાભ

Featured Religion

અમદાવાદઃ મંત્રોમાં તાકત હોય છે. મંત્રોના જાપ માણસની દરેક પીડા તથા પાપ હરી લે છે. મંત્રોમાં દેવી-દેવતાઓની શક્તિ સામેલ છે. આજે આપણે પાંચ મંત્રોની શક્તિ તથા તેના ચમત્કારી લાભ અંગે જાણીશું.

ધન લાભ માટે મંત્રઃ
આ વર્ષે ધન લાભ માટે રાહુની ઉપાસના કરો. એક સ્ટીલની વીંટી ધારણ કરો. સાથે જ રોજ સાંજે “ॐ रां राहवे नमः”નો 108 વાર જાપ કરવો. કૂતરાને રોટલી, બ્રેડ અથવા બિસ્કિટ ખવડાવો.

સારી તબિયત માટે મંત્રઃ
સારી તબિયત માટે સૂર્યની ઉપાસના કરો. રોજ સવારે સૂરજને જળ ચઢાવો. આ સાથે રોજ “नमः शिवाय”નો 108 વાર જાપ કરો. ભોજનમાં ખાસ ધ્યાન આપો.

કેસ તથા વાદ-વિવાદમાંથી મુક્તિ મેળવવાનો મંત્રઃ
કેસમાંથી મુક્તિ મેળવવા માટે ભૈરવની ઉપાસના કરો. દર રવિવારે ભૈરવના મંદિરે જઈને નારિયેળ તથા સફેદ મીઠાઈ ચઢાવો. રોજ સાંજે ભૈરવ દેવના “ॐ भं भैरवाय अनिष्टनिवारणाय स्वाहा” મંત્રનો 108 વાર જાપ કરવો.

બિઝનેસમાં વિશ્વાસઘાતથી બચવાનો મંત્રઃ
જો કુંડળીમાં આવા યોગ હોય તો ભાગીદારીથી બચો. લખાણમાં હંમેશાં સાવધાની રાખો. રોજ સવારે સૂરજને જળ અર્પિત કરો અને ગાયત્રી મંત્ર ”ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्यः धीमहि धियो यो नः प्रचोदयात्”નો 108 વાર જાપ કરો. તમારા પારિવારિક જ્યોતિષની સલાહ બાદ પન્નાનો નંગ ધારણ કરો.

બાળકોના બૌદ્ધિક વિકાસ માટે મંત્રઃ
ભગવાન ગણપતિ બુદ્ધિ તથા સમજદારીના દેવતા છે. તેમની પૂજા કરવાથી કોઈ પણ વ્યક્તિ તીવ્ર બુદ્ધિ તથા વિદ્યાની પ્રાપ્તિ કરી શકે છે. દર બુધવારે સવારે ભગવાન ગણેશને પાંચ મોદક તથા પાંચ ગુલાબના ફૂલ અને પાંચ દુર્વાની પત્તીઓ અર્પણ કરો અને ગાયના ઘીનો દીવો કરો. આ ઉપરાંત ”ॐ बुद्धिप्रदाये नमः” મંત્રનો 108 વાર જાપ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *