Sunday, April 14, 2024
Google search engine
HomeRecipeશિયાળામાં કોબીજ ખાતા હોવ તો થઈ જાવ સાવધ, ધ્યાન ના રાખ્યું તો...

શિયાળામાં કોબીજ ખાતા હોવ તો થઈ જાવ સાવધ, ધ્યાન ના રાખ્યું તો તમારો જીવ પણ જઈ શકે છે

અમદાવાદઃ શિયાળો શરૂ થઈ ગયો છે અને બધા લીલા શાકભાજી વધુ ખાતા હોય છે અને તેમાં પણ કોબીજ તો બધાની પ્રિય છે. જોકે, કોબીજ ખાતા પહેલાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. જો સાવધાની ના રાખવામાં આવે તો કોબીજ જીવ લઈ શકે તેમ છે. એક રિસર્ચમાં સામે આવ્યુ છે કે કોબીજના માધ્યમથી માનવ શરીરમાં ટેપવર્મ (એક જાતના કૃમિ) પહોંચે છે.

મગજ કામ કરવાનું બંધ કરી શકે છે
રિસર્ચ પ્રમાણે, આ કીડા કે કૃમિ આંતરડામાં મોટા થાય છે અને પછી લોહીની અવર-જવરથી શરીરના અન્ય ભાગમાં પહોંચે છે. ઘણીવાર આ કીડા મગજમાં પણ જઈ શકે છે. આથી આ કૃમિને નજર અંદાજ કરવુ ઘાતક છે. આ કૃમિ જીવ પણ લઈ શકે છે.

ઘણાં લોકો કોબીજ ખાતા ડરે છે
અનેક લોકો કોબીજ ખાતા ડરે છે. ઘણીવાર ફાસ્ટ ફૂડ મગાવતી વખતે કોબીજ હટાવવી દેવાનુ પણ કેટલાંક કહેતા હોય છે. બર્ગર, ચાઉમીન, મોમોઝ, સ્પ્રિંગ રોલ્સનો ઓર્ડર આપતી વખતે કોબીજ નાખવાની ના પાડતા હોય છે, તેનું કારણ આ કૃમિ જ હોય છે.

સલાડમાં પણ વપરાય છે કોબીજ
આપણે સલાડમાં કાચી કોબીજ ખાતા હોઈએ છીએ. આ રીતે ટેપવર્મ શરીરની અંદર બે રીતે પ્રવેશે છે. આ ઘણાં જ સૂક્ષ્મ હોય છે અને નરી આંખે ક્યારેય દેખાતાનથી. તેથી કોબીજ સારી રીતે ધોયા બાદ જ તેનો ઉપયોગ કરવો પરંતુ ઘણીવાર અનેક પાણીથી ધોયા બાદ પણ તે કોબીજમાં રહી જાય છે.

કાચી કોબીજમાં કૃમિ વધારે
જ્યારે આપણે સલાડમાં કાચી કોબીજ ખાતા હોઈએ છીએ. કાચી કોબીજમાં રહેલા કૃમિ આપણાં શરીરમાં પ્રવેશે તેની શક્યતા વધારે હોય છે. જો કોબીજ અધકચરી પકવી હોય તો પણ આ કૃમિ આપણાં શરીરમાં પ્રવેશી શકે છે. સામાન્ય રીતે આ કૃમિ જાનવરોના મળમા હોય છે. ઘણીવાર અલગ-અલગ કારણોથી આ કૃમિ પાણીની સાથે જમીનમાં પહોંચી જાય છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! ? ? into this thrilling experience of knowledge and let your thoughts fly! ✨ Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page