Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightછેલ્લા 15 વર્ષથી ગુજરાતનો આ યુવક વરસાદના પાણીનો કરે છે સંગ્રહ, જાણો...

છેલ્લા 15 વર્ષથી ગુજરાતનો આ યુવક વરસાદના પાણીનો કરે છે સંગ્રહ, જાણો કેવી રીતે

રાજકોટ: આપણે સૌ પર્યાવરણની રક્ષા કરવા માટે ‘પાણી બચાવો’ જેવા સુત્રો પોકારીએ છીએ. ત્યારે વરસાદનું પાણી રીચાર્જ કરીને પ્રકૃતિ માતાને પરત કરવા માટે રાજકોટના આહીર સમાજના યુવાન નિર્મલ લાવડીયાએ પોતાના મકાનની છત પર પડતાં વરસાદના પાણીનો બગાડ ન થાય અને પ્રકૃતિએ આપેલ પાણી ફરી પ્રકૃતિ માતાને જ પરત મળે તેવા શુભ આશયથી તેમના મકાનની છત પર એકપણ પૈસાના ખર્ચ વગર જાતે જ છતમાં પાઈપ ગોઠવીને વરસાદનું પાણી તેમની શેરીમાં આવેલ સરકારી ડંકી (બોર)માં પરત જાય અને ડંકી (બોર) વરસાદના પાણીથી જ રીચાર્જ થાયે તેવી અદ્દભૂત વ્યવસ્થા ગોઠવી છે.

નિર્મલ આ પ્રવૃત્તિ છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છે. તેમણે તેમની આગવી કુનેહ અને આવડતથી પ્રકૃતિની સમતુલા જાળવી રાખવા માટે કોઈપણ સંસ્થાના બેનર વગર જ આ અનુકરણીય કાર્ય કર્યું છે. તેમની પાસેથી પ્રેરણા લઈને આપણે પણ તેનું અનુકરણ કરીને કુદરતનું ઋણ ચુકવીએ.

 

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page