ચીન મહિલાઓને બેભાન કર્યા વગર આપી રહ્યું છે ગુપ્તાંગમાં કરંટ

‘ચીની સેનાના ડોક્ટરના નિશાને પ્રેગ્નેટ તિબેટીયન મહિલાઓ હોય છે. પ્રેગ્નેટ મહિલાઓને બળજબરીપૂર્વક લઈ જવામાં આવે છે. તેમના ગુપ્તાંગમાં ઈલેક્ટ્રિક ડિવાઈઝ નાખવામાં આવે છે. તેમના પેટમાં હાજર જન્મ્યા વગરના બાળકોને વીજળીનો કરંટ આપવામાં આવે છે અને બળજબરીપૂર્વક તેમનો ગર્ભપાત કરવામાં આવે છે. આ કરતી વખતે તિબેટીયન મહિલાઓને એનેસ્થેસિયા આપીને બેભાન પણ કરવામાં આવતી નથી, તેઓ આખો સમય પીડામાં રહે છે.’

લ્હામો ચોનજોમ આ કહેતા ધ્રૂજવા લાગે છે, જાણે હજુ પણ તે પીડા અનુભવી રહી હોય. આ સાંભળીને મારું શરીર પણ કંપી ઊઠ્યું. યાદ આવવા લાગે છે કે, નાનપણમાં જ્યારે કરંટ લાગ્યો હતો, ત્યારે કેવું થયું હતું. ગુપ્તાંગમાં કરંટ અને અજન્મેલા બાળકને મારી નાખવાના વિચાર માત્રથી જ કાંપી ઊઠું છું. લ્હામો એ તિબેટીયન શરણાર્થીઓમાં સામેલ છે જેમણે હિમાચલમાં 12 નવેમ્બરે યોજાયેલા મતદાનમાં ભાગ લીધો હતો. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ નવી સરકાર પણ બનશે. આ તિબેટીયનોના દર્દનું શું થશે, તેમને ન્યાય કેવી રીતે મળશે, આ પ્રશ્ન હજુ યથાવત્ છે.

આ ચૂંટણીમાં તિબેટીયન શરણાર્થીઓએ મોટાપાયે મતદાન કર્યું છે. સૌથી વધુ 2,193 તિબેટી મતદારો કાંગડા જિલ્લામાં છે. જોકે આમાંથી કેટલા લોકોએ મત આપ્યો, તેનો સાચો આંકડો પ્રશાસન પાસે પણ નથી. 2017ના આંકડાઓ અનુસાર કાંગડા જિલ્લામાં તાજેતરના સમયમાં 9,147થી વધુ તિબેટીયન લોકો રહે છે. જેમાં 5,689 પુરુષ અને 3,458 મહિલાઓ છે.

તિબેટીયનો માટે ભારત ભગવાન સમાન
હિમાચલના મેકલોડગંજની ગલીઓમાં અમે સેંકડો લામાઓને ભગવા કપડા પહેરીને ચાલતા જોયા છે. તિબેટીયન શરણાર્થીઓએ આ શહેરમાં ઘણી દુકાનો અને રેસ્ટોરન્ટ ખોલી છે. આમાંની મોટાભાગની દુકાનો તિબેટીયન ગિફ્ટ આઈટમ્સ અને કપડાંની ડીલ કરે છે. ગયા 60 વર્ષથી અહિંયા રહેતા તિબેટીયન શરણાર્થી દેશના અલગ-અલગ ભાગમાં એગ્રિકલ્ચર, એગ્રો ઈન્ડસ્ટ્રી, કાર્પેટ વણાટ અને નિકાસના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. સેન્ટ્રલ તિબેટ એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે નિર્વાસિત કરાયેલા 70% તિબેટીયનો શિયાળામાં સ્વેટર અને જેકેટ્સ દેશના વિવિધ ભાગોમાં વેચવાનું કામ કરે છે.

અહિંયા મારી મુલાકાત મેકલોડગંજમાં જન્મેલ લ્હામો ચોનજોમ સાથે થઈ. 1960માં લ્હામોનાં માતા-પિતા ભારત આવ્યાં હતાં, ત્યારે તે માત્ર 12 અને 20 વર્ષનાં હતાં. આજે બંને 80 અને 72 વર્ષનાં છે. લ્હામો તિબેટીયન મહિલા સંગઠનની જોઈન્ટ સેક્રેટરી પણ છે. તે કહે છે- ભારત અમારી માટે ભગવાન સમાન છે. ચીને 1962માં જ્યારે અમારા દેશ પર કબજો કરવાનું શરૂ કર્યુ હતું, ત્યારે અમે ઘણા દેશને પત્ર લખવાનું શરૂ કર્યું હતું, પરંતુ થોડા સમય પહેલાં આઝાદ થયેલું ભારત અમારી મદદ માટે આગળ આવ્યું. ‘ભારતમાં જીવન કેવું છે’ના પ્રશ્ન પર લ્હામો ચોનજોમે કહ્યું કે દરેક જગ્યાએ થોડી થોડી તકલીફ થાય છે. અમારા માથે જ શરણાર્થી લખાયેલું છે.

તિબેટમાં મહિલાઓ પર ચીનના અપરાધની કહાની
લ્હામો ચોનજોમ તિબેટીયન મહિલા સંગઠનના સંયુક્ત સચિવ પણ છે. તે તિબેટમાં હાજર 60 લાખ મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનો અવાજ ઉઠાવી રહી છે. તેઓ કહે છે કે અમે તિબેટીયન મહિલાઓ સાથે ઘણી રીતે સંપર્કમાં છીએ, જ્યાં ચીની સેનાનો અપરાધ વધી રહ્યો છે.

વીજળીનો કરંટ આપીને બાળકોને પેટમાં જ મારી નાખવામાં આવે છે લ્હામો ચોનજોમ ચીનના અપરાધની કહાની સંભળાવતા વારંવાર પોતાના આંસુ રોકવા પ્રયત્નો કરતી નજર આવે છે. તે કહે છે-ચીની સેના માટે કામ કરતા ડોક્ટર તિબેટીયન મહિલાઓ પર અમાનવીય અત્યાચાર કરે છે. આ કહીને લ્હામો રડવા લાગે છે, હું પણ ચુપ થઈ જાઉં છું. થોડીવારમાં તે પોતાની જાતને સંભાળે છે અને કહે છે કે તિબેટીયન મહિલાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવે છે. તેઓએ મહિલાઓ માટે એક બાઉન્ડ્રી બનાવી છે અને તેમાંથી બહાર જવાની છૂટ નથી.

લ્હામો ગુસ્સામાં મોટેથી બોલવાનું શરૂ કરે છે – ત્યાં (તિબેટ) માનવ અધિકાર જરા પણ વધ્યા નથી. દલાઈ લામાની તસવીર કોઈની સાથે જોવા મળે તો પણ તેને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવે છે. ચીનની સેના, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા લોકો તિબેટીયન મહિલાને ઉપાડી લે છે અને તેની સાથે બળાત્કાર કરે છે, ગેંગરેપ કરે છે. ફરિયાદ કરવા પર ટોર્ચર કરે છે.

તિબેટ પર કબજો કરતા પહેલાં ચીને ત્યાં પૈસા વહેંચ્યા હતા
1965માં 22 વર્ષની ઉંમરે તિબેટથી ભાગીને ભારત આવેલા નેમા કેસ જણાવે છે કે તિબેટ પર કબજો જમાવતા પહેલાં ચીને ત્યાંના લોકોને મદદ કરવાના નામે પૈસા વહેંચવાનું શરૂ કર્યું હતું. તેમની જમીનો ઊંચી કિંમતે ખરીદવામાં આવી હતી. ચીને તેમની જમીનોમાંથી સોનું અને ચાંદી કાઢવાનું કામ શરૂ કર્યું.

ચીન તિબેટની સંસ્કૃતિને નષ્ટ કરવા માંગે છે
સેન્ટ્રલ તિબેટ એડમિનિસ્ટ્રેશન (CTA)ના પ્રવક્તા તેનજિન લેક્શયનું કહેવું છે કે ચીન 60 વર્ષથી વધુ સમયથી તિબેટ પર કબજો જમાવી રહ્યું છે અને હજુ પણ ત્યાંના લોકો પર જુલમ કરી રહ્યું છે. વિકાસના નામે ચીન તિબેટના લોકોને સતત દબાવી રહ્યું છે. તે અમારી સંસ્કૃતિ અને ભાષાનો નાશ કરી રહ્યું છે. ત્યાંની શાળાઓએ માત્ર ચાઈનીઝ ભાષામાં જ ભણાવવાનું શરૂ કર્યું છે.

ચીનમાં એક એવી સરકાર છે જે ધર્મમાં માનતી નથી. ચીને અત્યાર સુધીમાં અમારા 6 હજારથી વધુ મઠોને નષ્ટ કર્યા છે. 60 વર્ષથી અમે ચીનની સામે એટલા માટે ઊભા છીએ કારણ કે અમે પોતાની જાતમાં મજબૂત છીએ. ચીન તિબેટને વ્યૂહાત્મક મહત્ત્વની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન માને છે. તિબેટ સંસાધનોની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. અહીંથી તે સરળતાથી મધ્ય એશિયા સાથે જોડાઈ શકે છે.

તિબેટમાં દલાઈ લામાની તસવીર રાખવાનો અર્થ મૃત્યુ થાય છે
લેક્શય જણાવે છે કે તિબેટમાં મહિલાઓ અને પુરુષો પર ખૂબ જ નિર્દયતાથી અત્યાચાર કરવામાં આવે છે. દલાઈ લામાની તસવીર રાખવા માટે પણ લોકોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવે છે. તેઓને માર મારવામાં આવે છે. દલાઈ લામા ધાર્મિક નેતા છે, છતાં અમે ફોનમાં પણ તેમની તસવીર રાખી શકતા નથી. ચીન બહાર કહે છે કે તે તિબેટનો વિકાસ કરી રહ્યું છે, જો તમારે ચીન જવું હોય તો તમને વિઝા મળશે, પરંતુ જો તમારે તિબેટ જવું હોય તો તમારે ખાસ પરમિટ લેવી પડશે. જો ત્યાં બધું બરાબર છે તો અમને કેમ જવા દેતા નથી.

તિબેટ બાદ નેપાળ આગામી ટાર્ગેટ હશે
લેક્શયના જણાવ્યા અનુસાર તિબેટમાં એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે કે કોઈ અંદરથી બહાર જઈ શકે નહીં અને કોઈ બહારથી અંદર આવી શકે નહીં. 2008થી, કડકતા વધુ વધારવામાં આવી છે. અગાઉ દર વર્ષે 3 હજાર લોકો ભારતમાં આવતા હતા, પરંતુ હવે માત્ર 8-9 લોકો જ આવી શકે છે. ચીન નેપાળમાં પણ ધીમે ધીમે પ્રવેશ કરી રહ્યું છે. પહેલાં આપણા લોકો હિમાલય પાર કરીને નેપાળ જતા હતા, પરંતુ હવે નેપાળ પહોંચતા જ તેમની ધરપકડ કરવામાં આવે છે. આવનારા સમયમાં નેપાળની હાલત પણ તિબેટ જેવી થવાની છે.

આ અપરાધની કહાનીઓ બહાર કેવી રીતે આવી રહી છે
આ સવાલના જવાબમાં લ્હામો જણાવે છે કે- અમારા સોર્સ છે. સુરક્ષા કારણોને લઈને અમે તમને જણાવી નહીં શકીએ. તાજેતરમાં જે મહિલાઓ ત્યાંથી ભાગીને આવી છે, તેમની સાથે વાતચીત કરી છે. આ તેમની કહાનીઓ છે. આ તેમણે જોયું અને સહન કરેલું છે. ત્યાં લોકો VPNનો ઉપયોગ કરી અમને ફોન કરે છે. ઝીરો કોવિડ પોલીસીના નામે તેમનો ત્રાસ વધુ વધી ગયો છે.

ચીનના નિયમ અને પોલીસીને જે માનવા તૈયાર થઈ જાય છે, ત્યાં તેમને કામ મળી જાય છે. જે તેને નથી માની રહ્યા, તેને ખોટા કેસમાં ફસાવીને જેલ મોકલવામાં આવી રહ્યા છે. ચાઈનીઝ અને તિબેટીયન મહિલાઓને એક જ કામ માટે અલગ-અલગ પગાર આપવામાં આવી રહ્યા છે. કોઈ પોતાનો દેશ છોડવા નથી ઈચ્છતું, પરંતુ દલાઈ લામાની એક ઝલક માટે લોકો પોતાને જોખમમાં મૂકીને અહીંથી આવી રહ્યા છે. જો કોઈ ભાગતા પકડાય તો તેને ગોળી મારી દેવામાં આવે છે.

પાંજરામાં તિબેટીયન લોકો રહે છે, સજા આપવા નવી-નવી પદ્ધતિ અપનાવી રહ્યા છે ચીની
તિબેટથી ભારત ભાગી ગયેલા 78 વર્ષીય સ્વાંગ હુ કહે છે કે ચીન અમારા ધર્મ, સંસ્કૃતિ અને અમારાં ઘરો પર કબજો કરી રહ્યું છે. અમારે ત્યાંથી ભાગીને અહીં આવવું પડ્યું. આપણે ત્યાં ભગવાન બુદ્ધની પૂજા કરી શકીએ નહીં. કોવિડના નામે અમને ખુલ્લા મેદાનો અને ઊંડા ખાડાઓમાં રાખવામાં આવી રહ્યા છે. તેઓ અમને ઘણા દિવસો સુધી ખાવાનું આપતા નથી અને અમને ખરાબ રીતે મારતા હતા. bચોનજોમ એ પણ જણાવે છે કે ચીની સેનાએ દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. તેઓ તેમની દરેક હિલચાલને ટ્રેક કરીને રેકોર્ડ કરીને લોકોની જાસૂસી કરી રહ્યા છે. આ જ કારણ છે કે હવે ત્યાંથી કોઈને પણ ભારત આવવું મુશ્કેલ થઈ ગયું છે.

ધર્મશાળામાં નિર્વાસિત તિબેટીયનોનો સ્વતંત્ર દેશ
સીટીએના પ્રવક્તા તેનજિન લેક્શય જણાવે છે કે CTAની રચના 29 એપ્રિલ 1959ના રોજ મસૂરીમાં સ્વતંત્ર તિબેટીયન સરકાર તરીકે કરવામાં આવી હતી. આ પછી મે 1960માં તેને ધર્મશાળામાં શિફ્ટ કરવામાં આવ્યું. તિબેટની અંદર અને બહાર રહેતા લોકો (ભારત અને વિદેશ ઉપરાંત) આને તેમની સરકાર માને છે. તેનજિન લેક્શય સરકારના અધિક સચિવ પણ છે. તેમના મતે, સીટીએના બે ઉદ્દેશ્યો છે – પહેલું તિબેટને ચીનથી આઝાદ કરવું અને બીજું ભારત સહિત વિશ્વના અન્ય ભાગોમાં રહેતા તિબેટીયન માટે કામ કરવું.

નિર્વાસિત તિબેટીઓ માટે અલગ બંધારણ
CTAના બંધારણને ‘Charter of Tibetans in Exile’ કહેવામાં આવે છે. તેનો હેતુ CTAનાં કાર્યોને નિર્ધારિત અને નિયંત્રિત કરવાનો છે. બંધારણ પુનઃનિર્માણ સમિતિ દ્વારા તેનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો અને 14 જૂન 1991ના રોજ નિર્વાસિત તિબેટીયન સંસદ દ્વારા અપનાવવામાં આવ્યો હતો. આ બંધારણ લિંગ, ધર્મ, જાતિ, ભાષા અને સામાજિક મૂળના આધારે ભેદભાવ વિના અધિકારો અને સ્વતંત્રતાઓની ખાતરી આપે છે.

કશાગ એટલે તિબેટીયન સરકારનું મંત્રીમંડળ
ભારતની જેમ CTAનું પોતાનું કેબિનેટ છે. આને કશાગ કહે છે. કશાગ તેની તમામ વહીવટી અને કાર્યકારી જવાબદારીઓ નિભાવે છે. કશાગનો કાર્યકાળ પાંચ વર્ષનો છે. ધર્મશાળામાં કશાગ સચિવાલય પણ છે. અહીં 7 મંત્રીઓની ઓફિસો આવેલી છે.

14મા દલાઈ લામાએ 29 એપ્રિલ 1959ના રોજ ‘ગવર્નમેન્ટ ઓફ તિબેટ ઇન એકાઈલ’ની રચના કરી હતી. એક વર્ષ પછી, 2 સપ્ટેમ્બર 1960ના રોજ, પ્રથમ લોકશાહી રીતે ચૂંટાયેલા તિબેટીયન પીપલ્સ ડેપ્યુટીએ શપથ લીધા. તે સમયે સરકાર આ નામથી જાણીતી હતી. ધારાસભા કમિશન ફોર તિબેટીયન પીપલ્સ ડેપ્યુટીઝ (CTPD) તરીકે જાણીતી હતી. તે દરમિયાન તિબેટીયન પ્રવાસીઓ માટે ઘણા કાયદા પસાર કરવામાં આવ્યા હતા.

Similar Posts