Saturday, April 13, 2024
Google search engine
HomeNationalTikTok સ્ટારની ગોળી મારીને હત્યા, 5 લાખથી વધુ હતા ફોલોવર્સ

TikTok સ્ટારની ગોળી મારીને હત્યા, 5 લાખથી વધુ હતા ફોલોવર્સ

દિલ્હી: ટિક ટૉક પર વીડિયો બનાવવાથી ઘણા લોકો ફેમસ થઈ રહ્યા છે. તેમની ફોલોઈંગ પણ વધી રહી છે. પણ કેટલાંક એવા પણ લોકો હોય છે જેમને આવા વીડિયોથી મુશ્કેલી થતી હોય છે. ઘણી વખત આ વાત ફક્ત કમેન્ટ્સ સુધી રહી જાય છે, પણ હવે જે વાત સામે આવે છે તે ભયંકર છે. આવા જ એક કિસ્સામાં દિલ્હીના નજફગઢમાં ટિક ટૉક સ્ટાર મોહિત મોરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તે એક જીમ ટ્રેનર પણ હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીના નજફગઢમાં રહેતો મોહીત બપોરના સમયે નજીકમાં ફોટોશોપ માટે ગયો હતો ત્યારે એક બાઈકમાં આવેલા અજાણ્યા લોકોએ તેની હત્યા કરી નાંખી હતી. મોહિત મોરેના ટિક ટૉક પર 5 લાખથી વધુ ફોલોવર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને અંદાજે અઢી હજાર લોકો ફોલો કરે છે. જોકે હજી સુધી હત્યાનું કારણ સામે આવ્યું નથી.

પહેલા પણ ટિક ટૉકના કારણે થઈ ચૂક્યા છે મોત

આ પહેલી ઘટનાથી કે જ્યારે કોઈ ફેમસ ટિક ટૉક કલાકારનું મોત થયું હોય. ઘણી એવી ઘટનાઓ પણ બની છે જયારે ટિક ટૉક વીડિયો શૂટ કરતી વખતે અકસ્માતનો શિકાર બની ગયા હોય. થોડોક દિવસ પહેલા જ દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં મિત્રો સાથે વીડિયો શૂટ કરતી વખતે યુવકથી ગોળી ચાલી ગઈ હતી. જેમાં એકનું મોત થયું હતું.

તામિલનાડુથી પણ આવા સમાચાર આવ્યા હતા. જ્યારે સ્કૂટીમાં નીકળેલા ત્રણ મિત્રો એક વીડિયો શૂટ કરી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન બેલેન્સ ગુમાવતા ત્રણેય મિત્રો નીચે પટકાયા હતા. જેમાંથી બે ઘાયલ હતા અને એકનું મોત નિપજ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page