Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી ચર્ચામાં, યુવતીએ તેની સામે કર્યો મોટો ઘટસ્ફોટ

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી ચર્ચામાં, યુવતીએ તેની સામે કર્યો મોટો ઘટસ્ફોટ

વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ નામની યુવતી સામે અગાઉ સુરત અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચુક્યો છે. ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે. બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોસીયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં પણ એક મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો. કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી.

જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, અમદાવાદની યુવતીએ કીર્તિ પટેલ સામે લોખંડની પાઈપથી માર માર્યો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવી છે. હવે આ સમગ્ર મામલે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં રાણીપ ખાતે રહેતા 27 વર્ષની યુવતી બ્યુટી પાર્લર ચલાવે છે અને તે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.

6 મહિના અગાઉ તે ઈન્સ્ટાગ્રામમાં તેના મિત્રો સાથે લાઈવ હતી. આ દરમિયાન ટિકટોકથી જાણીતી બનેલી સુરતની કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવીને તેની માતાને ગાળો આપી હતી. આ મામલે તેણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page