Wednesday, April 10, 2024
Google search engine
HomeInternational130 વર્ષ જૂની મૂર્તિ નીચે મળી ટાઇમ કેપ્સૂલ, જાણો કેમ થાય છે...

130 વર્ષ જૂની મૂર્તિ નીચે મળી ટાઇમ કેપ્સૂલ, જાણો કેમ થાય છે તેનો ઉપયોગ?

અમેરિકાના વર્જીનિયામાં રોબ્રટ ઇ લી નામના જનરલની 130 વર્ષ જૂની મૂર્તિ નીચે ઘણાં સમયથી જમીનમાં દબાયેલી એક ટાઇમ કેપ્સુલ મળી છે. આ ટાઇમ કેપ્સુલ મળવાની જાણ વર્જીનિયાના ગવર્નર રાલ્ફ નોર્થમે ટ્વીટ કરીને આપી છે. નોર્થમે ટ્વીટમાં કહ્યું છે કે, તેમણે આ શોધી લીધી છે.

તેમણે કહ્યું કે, આ સંભવતઃ તે ટાઇમ કેપ્સુલ છે જેને દરેક શોધતા હતાં. વર્ષ 1887માં એક અખબારમાં છપાયેલા આર્ટિકલમાં લખ્યું હતું કે, જનરલ રાબર્ટ ઈ લીની મૂર્તિ નીચે ટાઇમ કેપ્સુલ છુપાવવામાં આવી હતી. આ ટાઇમ કેપ્સુલમાં બટન, કરન્સી, નક્શા, અબ્રાહમ લિંકનના દુર્લભ ફોટો અને ઘણી વસ્તુ પણ છે.

ગવર્નરે ટ્વીટ કરીને કહ્યું કે, બોક્સને એક્સ-રે માધ્યમથી સ્કેન કરવામાં આવશે અને મંગળવારે બપોરે 1 વાગ્યે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રોબર્ટ ઈ લીએ ગૃહયુદ્ધ દરમિયાન ઉત્તર વર્જીનિયાની સેનાની કમાન સંભાળી હતી. વર્ષ 1890માં રિચમંડમાં તેની પ્રતિમા સંઘની પૂર્વ રાજધાની બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ટાઇમ કેપ્સુલ જૂતાના ડબ્બા આકારની છે. ટાઇમ કેપ્સુલ મૂર્તિના આધારમાં ખોદકામ દરમિયાન મળી હતી. ગવર્નરે પોતાના ટ્વીટમાં તાંબાના બોક્સનો ફોટો પણ શેર કર્યો છે. આ પહેલાં પણ ટાઇમ કેપ્સુલમાં ત્રણેય પુસ્તકો અને એક ફોટો સાથેનો સિક્કો મળ્યો હતો.

ટાઇમ કેપ્સુલ એક કન્ટેર હોય છે જે કેટલીક ખાસ વાત માટે તૈયાર કરવામાં આવે છે. જેને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે, તે કોઈપણ પ્રકારના વાતાવરણનો સામનો કરી શકે. જે જમીનની અંદર ખૂબ જ ઉંડે દફનાવવામાં આવે છે. હજારો વર્ષ સુધી જમીનના ઉંડાણમાં હોવા છતાં પણ તેને કોઈ નુકસાન થતું નથી. આ માટે વિશેષ પ્રકારના તાંબાની સાથે ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ટાઇમ કેપ્સુલમાં કોઈ સમાજ, કાળ, સંસ્કૃતિના ઇતિહાસને સુરક્ષિત રાખવામાં આવે છે. જેનાથી ભવિષ્યમાં આ કાલખંડ વિશે લોકોને માહિતી મળી શકે. આ પહેલાં આપણને ઇતિહાસમાં તે અંગે માહિતી મળી છે.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page