ટીના-અનિલ અંબાણીના ઘરે ઢોલ ઢબૂક્યા, પરી જેવી સુંદર લાગે છે અનમોલની ભાવી પત્ની

અંબાણી પરિવારના ઘરે વધુ એક રૂડો પ્રસંગ આવ્યો છે. મોટાભાઈ મુકેશ અંબાણી બાદ હવે નાનાભાઈ અનિલ અંબાણીના ઘરે ઢોલ ઢબૂક્યા છે. અનિલ અંબાણી અને પત્ની ટીના અંબાણીના ઘરે હરખના તેડા આવ્યા છે. અનિલ અંબાણીનો મોટો દીકરો જય અનમોલ ગર્લફ્રેન્ડ કૃષા શાહ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ રહ્યો છે બે-ત્રણ દિવસથી લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. જેની તસવીરોમાં પણ હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહે છે.

નોંધનીય છે કે અનિલ અંબાણીનો મોટો દીકરો જય અનમોલે પોતાના 30મા બર્થડે પર 12 ડિસેમ્બરના રોજ ગુજરાતી ગર્લફ્રેન્ડ કૃષા શાહ સાથે સગાઈ કરી હતી. સગાઈના અંદાજે સવા મહિના પછી હવે જય અનમોલ લગ્ન કરવા જઈ રહ્યો છે. જોકે લગ્ન અંગે હજી કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. હાલ ફક્ત પ્રીવેડિંગની તસવીરો જ સામે આવી છે.

ટીના અને અનિલ અંબાણીના પુત્ર અનમોલ અને કૃષાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. આની અમુક તસવીરો ખુદ એનસીપીની નેતા સુપ્રિયા સુલેએ પોસ્ટ કરી છે. જેમાં તેમણએ અનમોલ અને કૃષાને અભિનંદન પાઠવ્યા છે.

એનસીપીની નેતા સુપ્રિયા સુલેએ જય અનમોલ અને કૃષા સાથે અનિલ અંબાણી અને ટીના અંબાણી સાથે અમુક તસવીરો ખેંચાવી છે. આ ઉપરાંત તેમણે રાજ કપૂરની પુત્રી રીમા કપૂર સાથે પણ ફોટો પડાવ્યા હતા.

આ ઉપરાંત એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં કોઈ વિધિ પ્રસંગમાં જય અનમોલ ભાવિ પત્ની કૃષાને તેડીને ચાલે છે. આ વખતે માતા ટીના અંબાણી તાળીઓ પાડીને દીકરાનો ઉત્સાહ વધારે છે.

પ્રીવેડિંગ ઈવેન્ટમાં અનિક અંબાણી અને ટીના અંબાણીના નજીકના સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એનસીપીની નેતા સુપ્રિયા સુલે અને રીમા કપૂર સૌથી વધુ દેખાતા હતા. જય અનમોલ અને કૃષા લગ્નની મુખ્ય વિધિ એટલે કે ફેરા ક્યારે ફરવાના છે તેની વિગત હજી મળી શકી છે.

સોશ્યલ વર્કર કૃષા શાહએ યુએસ અને યુકેમાં કર્યું છે સ્ટડી
મુંબઈમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી કૃષા શાહ એક સોશ્યલ વર્કર છે. કૃષાએ પોતાની શરૂઆતની સ્ટડી મુંબઈમાં કરી હતી, પછી વધુ અભ્યાસ માટે અમેરિકા અને યુકે ગઈ હતી. તેણે પ્રખ્યાત લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી સામાજિક નીત અને વિકાસમાં ડિગ્રી મેળવી છે. તેણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ અર્થવ્યવસ્થાનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તે ‘લવ નોટ ફિયર’ કેમ્પેઈન સાથે જોડાયેલી છે. તેણે તેના ભાઈ સાથે મળીને ડાઈસ્કો નામની કંપની પણ સ્થાપી છે.

સગાઈ વખતે ઝૂલા પર બેસી પોઝ આપ્યો
ગત્ 12મી ડિસેમ્બરે જય અનમોલે કૃષા સાથે સગાઈ કરી હતી. આ વખતે બંનેએ એક ઝૂલા પર બેસી હસીને પોઝ આપ્યા હતા. આ ઉપરાંત બંનેએ પોતાની એંગજમેન્ટ રિંગ દેખાડતા પોઝ આપ્યા હતા.

ટીના અંબાણીએ ભાવુક પોસ્ટ શેર કરી
બીજી તરફ જય અનમોલના બર્થડે પર મમ્મી ટીના અંબાણીએ પણ દીકરાને સમર્પિત કરતી પોસ્ટ શેર કરી હતી. જય અનમોલની તસવીર શેર કરતાં લખ્યું- “તું અમારા જીવનમાં નવો ઉદ્દેશ લાવ્યો અને અમને શરત વગરનો પ્રેમનો અર્થ સમજાવ્યો. તુ રોજ અમારા જીવનને રોશન કરે છે, અમે તને અમાપ પ્રેમ કરીએ છીએ. આવનાર વર્ષ વ્યક્તિગત અને પ્રોફેશનલ બંને રીતે ખુશીઓ સાથે સૌથી સારું નિવડે. હેપ્પી માઈલસ્ટોન બર્થડે દીકરા. તારા પર મને ખૂબ ગર્વ છે. ”

લાઈમલાઈટથી દૂર રહે છે જય અનમોલ
અનિલ અંબાણીનો મોટો દીકરો જય અનમોલ ખૂબ શરમાળ સ્વભાવનો છે. એટલા માટે તેને મીડિયા સામે આવવું પસંદ નથી. એટલું જ નહીં તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટને પણ પ્રાઈવેટ રાખ્યું છે. જય અનમોલ અંબાણી સામાન્ય લાઈફ જીવવાનું પસંદ કરે છે અને તે વધારે સમય પરિવાર સાથે વિતાવવાનું પસંદ કરે છે. હવે આશા રાખીએ અનિલ અંબાણીના ટૂંક સમયમાં ફેન્સને આ ખુશીના સમાચાર શેર કરશે.

વર્કોહોલિક છે જય અનમોલ
જય અનમોલની સ્કૂલિંગની શરૂઆત જૉન કૉનન સ્કૂલથી કર્યું છે અને ત્યાર બાદ આગળના સ્ટડીઝ માટે યૂકે જતા રહ્યા હતા. 18 વર્ષની ઉમરે અનમોલે સ્ટૉક માર્કેટમાં ઈનવેસ્ટ કરવાનું શરુ કર્યું હતું. સ્ટડીઝ પૂરૂ કર્યા પછી અનમોલે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં 2 મહિના માટે ઈન્ટર્નશિપ કરી હતી. જય અનમોલ અંબાણીએ પિતા અનિલ અંબાણી પાસેથી બિઝનેસની ટ્રેનિંગ લીધી છે. અનમોલ વર્કોહોલિક છે અને તેમનુ કામ પૂરી રીતે કરવામાં માને છે.

Similar Posts