Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalમુસ્લિમ MP નુસરત જહાંએ ખેંચ્યો ભગવાન જગન્નાથનો રથ

મુસ્લિમ MP નુસરત જહાંએ ખેંચ્યો ભગવાન જગન્નાથનો રથ

સિંદુર અને મંગળસૂત્ર પહેરવાને કારણે મુસ્લિમ ધર્મગુરુઓના નિશાને આવેલી તૃણમૂલ કોંગ્રેસની નવનિર્વાચિત સાંસદ નુસરત જહાંએ જગન્નાથ યાત્રા દરમિયાન પણ આજ લૂકમાં જોવા મળી હતી. મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે કોલકત્તામાં વાર્ષિક રથયાત્રા માટે પહોંચેલી નુસરત ફરી એકવાર હિન્દુ અવતારમાં જોવા મળી હતી.

ઈસ્કોનના કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પહોંચેલી નુસરત જહાંએ આ લૂકથી પોતાના આલોચકોને મજબૂત સંદેશ આપ્યો હતો. પત્રકારો સાથે વાત કરતાં નુસરતે કહ્યું હતું કે, મમતા બેનર્જી ઈદ માટે આવે છે અને તમામ સાથે ઉભી રહે છે. તેમાં કોઈ રાજનીતિ નથી. આ વિશ્વાસ સાથે જોડાયેલો મામલો છે. રાજનીતિ અને ધર્મને અલગ રાખવા જોઇએ.

પોતાના વિરૂદ્ધ જાહેર કરવામાં આવેલા ફતવા અંગે નુસરતે કહ્યું હતું કે, એવી વાતો પર ધ્યાન ન આપવું જોઈએ જે નિરાધાર છે. હું મારો ધર્મ જાણું છું. હું જન્મથી મુસલમાન રહી છું અને હજી મુસલમાન છું. આ વિશ્વાસ માટે છે. તમારે દિલથી તેને માનવો જોઈએ, મગજથી નહીં.

ઇસ્કોનના ધાર્મિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે નુસરતની સરાહના કરી, ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે એક ટ્વીટ પોસ્ટમાં કહ્યું કે રથયાત્રા નિમંત્રણ સ્વીકાર કરવા માટે નુસરત જહાંનો આભાર, તમે સાચે જ આગળનો રસ્તો જુઓ છો. બીજાના વિશ્વાસનું સમ્માન અને આદર કરવું અને તેના ઉત્સવો માટે ભાગ લેવો સામાજિક સદ્ભાવનાને પ્રોત્સાહન આપે છે.

પ્રવક્તાએ વધુમાં લખ્યું કે કેવી રીતે ઇસ્કોન કોલકતા રથયાત્રા સામાજિક સમરસતાનું એક ઉદાહરણ છે, જ્યાં ભગવાનના કપડા અને રશ મુસ્લિમ સમુદાયના કારીગરો દ્વારા વર્ષોથી બનાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your mind fly! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page