Sunday, April 14, 2024
Google search engine
HomeInternationalભારતના રવિ સામે મેચ જીતવા વિરોધી ખેલાડીએ ચિટિંગ કર્યું, જોરથી બચકું ભર્યું...

ભારતના રવિ સામે મેચ જીતવા વિરોધી ખેલાડીએ ચિટિંગ કર્યું, જોરથી બચકું ભર્યું છતાં ન જીતી શક્યો

ટોક્યો: ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીની સ્પર્ધામાં ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રવિ દહિયાએ પુરુષ ફ્રીસ્ટાઈલની સેમીફાઈનલમાં મુકાબલામાં કઝાકિસ્તાનના નુરઈસ્લામ સાનાયેવને હરાવ્યો હતો. આ સાથે જ તેણે ભારત માટે એક મેડલ પાક્કો કરી નાખ્યો છે. ભારતના સ્ટાર ખેલાડી રવિ દહિાએ સાનાયેવને 7-9થી હરાવ્યો હતો. એક સમયે રવિ 2-9થી પાછળ હતો. પણ ભારતીય કુસ્તીબાજે શાનદાર ફોર્મમાં પાછા આવી મુકાબલો પોતાનો નામે કર્યો હતો. હવે ફાઈનલમાં રવિ જીતે તો દેશને ગોલ્ડ મેડલ મળશે અને હારશે તો પણ સિલ્વર મેડલ તો પાક્કો જ છે.

રવિએ અંતિમ ક્ષણોમાં કઝાકિસ્તાનના પહેલવાનના પગ પર અટેક કર્યો હતો અને ત્યાર પછી પોતાની મજબૂત ભૂજાઓથી હરીફ ખેલાડીને બરોબરને દબોચી લીધો હતો. આ સમયે સામેના ખેલાડીએ રવિની પક્કડમાંથી છૂટવા માટે રવિને બટકું ભરવાનું શરૂ કર્યું હતું. સામેના પહેલવાને પોતાના દાંત વચ્ચે રવિના હાથનો ભાગ દબાવી દીધો હતો. જોકે હરિયાણાના પહેલવાન પણ ટસનો મસ થયો નહોતો. તેણ પોતાની પક્કડ ઢીલી ન થવા દીધી અને મેચ પોતાના નામે કરી લીધી.

આ મેચની તસવીરો પર વાઈરલ થઈ રહી છે. જેમાં રવિના જમણી બાજુના ખભા પર બટકું ભર્યાના નિશાન દેખાઈ રહ્યા છે. આ તસવીરો વાઈરલ થયા બાદ લોકો હરિફ ખેલાડી સાનાયેવની આલોચના કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે હાર જોઈ ગયા બાદ સામેના ખેલાડીને દાંતથી બટકું ભરવું કેટલું વ્યાજબી છે?

આ અંગે કુસ્તી ટીમના સહયોગી સ્ટાફના એક સભ્યે કહ્યું હતું કે, રવિ જ્યારે મેચ પૂરીને પાછો ફર્યો તો તેને જમણા હાથમાં દર્દ થઈ રહ્યું હતું. તેને ‘આઈસ પેક’ લગાવી દીધું તો રાહત થઈ હતી. તે ફાઈનલ માટે ફીટ છે, કોઈ સમસ્યા નથી.

હવે દેશ રવિ પાસે ફાઈનલ મેચ જીતી ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યો છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page