વડોદરા: ભારતીય ટીમનો ભૂતપૂર્વ ખેલાડી ઈરફાન પઠાણ અત્યારે ક્રિકેટથી દૂર છે તેમ છતાં પણ તે ચર્ચામાં જ રહે છે. ઈરફાન ખાનનું ચર્ચામાં રહેવાનું કારણ તેની બોલિંગ કે કોમેન્ટ્રી નહીં તેની પત્ની છે. ઈરફાન પઠાણની પત્ની સફાના કારણે તે ફરી એકવાર ટ્રોલ થયો છે. તમે જોયું હશે કે, ઈરફાન પઠાણ તેની પત્ની સફા સાથે તસવીરો શેર કરે ત્યારે તેનો ચહેરો હંમેશા હિજાબથી ઢાંકેલો હોય છે.
હાલમાં જ ઈરફાને પત્ની સાથે એક તસવીર શેર કરી હતી. કપલ કોઈ બરફાચ્છાદિત પહાડી વિસ્તારમાં ફરવા ગયું હોય તેવું તસવીર પરથી લાગી રહ્યું છે. તસવીરમાં દેખી શકાય છે કે, ઈરફાનની પત્નીએ જિન્સ અને ટોપની સાથે માથે હિજાબ પહેર્યો છે. ત્યારે આ જ મુદ્દે યૂઝર્સે સોશિયલ મીડિયા ઈરફાન ખાનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
સોશિયલ મીડિયા યૂઝર્સે લખ્યું હતું કે, આમને આઝાદી ક્યારે મળશે? જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું હતું કે, તારી પત્નીને હિજાબથી આઝાદ કરો.’ બીજા યૂઝરે લખ્યું હતું કે, જિન્સ પહેરવામાં પ્રોબ્લેમ નથી તો ચહેરો કેમ ઢાંકીને રાખ્યો છે? જ્યારે બીજી એક વ્યક્તિએ લખ્યું હતું કે, ક્યાંય લઈને શા માટે જાઓ છો પત્નીને, ઘરમાં જ રાખોને. તો કેટલાંક લોકોએ ઈરફાનને રૂઢિચુસ્ત વિચારસરણી વાળો ગણાવ્યો હતો.
મહત્વની વાત એ છે કે, આ પહેલીવાર નથી જ્યારે ઈરફાનને આ પ્રકારે લોકોએ ટ્રોલ કર્યો હોય. અગાઉ ઈરફાન પત્ની સાથે પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીના લગ્નમાં ગયો હતો ત્યારે પણ તેની પત્ની હિજાબ અને બુરખામાં જોવા મળતાં લોકોના નિશાને ચડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઈરફાન પઠાણે સફા સાથે 2016માં નિકાહ કર્યા હતા. સફા મિડલ ઈસ્ટ એશિયાની જાણીતી મોડલ રહી ચૂકી છે.
I am really happy to say it’s an interesting post to read.I learn new information from your article,you are doing a great job.