Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodઆર્થિક તંગીથી તંગ આવીને 37 વર્ષીય ટીવી એક્ટર કુશાલ પંજાબીએ પંખે લટકીને...

આર્થિક તંગીથી તંગ આવીને 37 વર્ષીય ટીવી એક્ટર કુશાલ પંજાબીએ પંખે લટકીને આત્મહત્યા કરી

મુંબઈ: TV અભિનેતા કુશાલ પંજાબીના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. 37 વર્ષિય કુશાલ પંજાબીની મોતથી ચાહકો સદમામાં છે. આર્થિક તંગીથી કંટાળીને કુશાલ પંજાબીએ મુંબઈના બાન્દ્રામાં પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. ગુરૂવારે રાતે કુશાલનો મૃતદેહ તેના જ ઘરમાંથી લટકતો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસને સુસાઈડ નોટ પણ મળી. તેણે પોતાની સુસાઈડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.

ટીવી અભિનેતા કરણવીર બોહરાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખતાં દુખ વ્યક્ત કર્યું છે. કરણવીર કુશાલના ખાસ મિત્ર હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર કુશાલની તસવીર શેર કરતાં લખ્યું હતું કે, તારાં મોત બાદ હું બહુ જ ઉદાસ છું. મને પણ વિશ્વાસ નથી થતો કે તું આ દુનિયામાં નથી રહ્યો. તું જ્યાં પણ હોઈશ ત્યાં ખુશ રહીશ. તું જે રીતે તારી જિંદગી જીવતો હતો તે મને પ્રેરણા આપતી…પરંતુ મને શું ખબર નહોતી.

કરણવીરે લખ્યું હતું કે, તારું ડાન્સિંગ, ફિટનેસ, ઓફ-રોડ બાઈકિંગ, એક પિતાની જવાબદારી અને આ બધાંની ઉપર, તારો હસતો ચહેરો, તારો સ્વભાવ, તારી હૂંફ જે બહુ જ સરળ હતી. હું તને બહુ જ યાદ કરતો રહીશ. કરણવીર બોહરાએ આ પોસ્ટ બાદ ઘણાં સેલેબ્સે દુખ વ્યક્ત કર્યું હતું.

કુશાલ પંજાબીએ પોતાના કરિયરની શરૂઆત મોડલ અને ડાન્સરથી કરી હતી. તે છેલ્લા 20 વર્ષથી કામ કરી રહ્યો છે. વર્ષ 1995માં ડીડી મેટ્રો ચેનલ પર સીરિયલ ‘એ માઉથફુલ ઓફ સ્કાઈ’થી તેણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે લવ મેરેજ, સીઆઈડી, દેખો મગર પ્સાર સે, કભી હાં કભી ના, યે દિલ ચાહે મોર, સહિતની અનેક સિરીયલ્સમાં કામ કરી ચૂક્યો હતો.

કુશાલ ઘણીમાં ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. તેણે અક્ષય કુમાર,ની સાથે અંદાજ, ફરહાન અખ્તરની નિર્દેશનમાં બની લક્ષ્ય, અજય દેવગણની સાથે કાલ, સલમાન ખાનની સાથે સલામ એ ઈશ્ક અને દન દના દન ગોલ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #InfinitePossibilities Embark into this thrilling experience of discovery and let your thoughts roam! ? Don’t just enjoy, savor the excitement! ? Your mind will thank you for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page