Friday, April 12, 2024
Google search engine
HomeBollywood‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાએ રાતે સૂતા પહેલાં કઈ દવાઓ લીધી હતી?...

‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાએ રાતે સૂતા પહેલાં કઈ દવાઓ લીધી હતી? ઘેરાયું મોતનું રહસ્ય

‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકથી અવસાન થયું છે. સિદ્ધાર્થ શુક્લા માત્ર 40 વર્ષનો હતો. ચાહકો માટે આ સમાચાર પર ઘણાં જ શોકિંગ છે. ટીવીથી લઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે.

સૂત્રોના મતે, સિદ્ધાર્થે સૂતા પહેલાં કેટલીક દવાઓ ખાધી હતી. ત્યારબાદ તે સવારે ઊઠી શક્યો નહીં. સિદ્ધાર્થને પછી તરત જ કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેનું અવસાન થઈ ચૂક્યું હતું. ડૉક્ટર્સના મતે, સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવ્યો છે. જોકે, સિદ્ધાર્થને દવાના ઓવરડોઝને કારણે હાર્ટ અટેક આવ્યો છે કે પછી એમ જ હાર્ટ અટેક આવ્યો છે તે વાત પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખબર પડશે. સિદ્ધાર્થનું કૂપર હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેના પરિવારના મતે, સિદ્ધાર્થ ગઈ કાલ રાત (1 સપ્ટેમ્બર, બુધવાર) સુધી એકદમ ફિટ હતો.

10 ઓગસ્ટે સો.મીડિયામાં એક ચાહકે સિદ્ધાર્થને એમ કહ્યું હતું કે તેણે પોતાના ફિઝિક પર ધ્યાન આપવાની જરૂર છે, જેના જવાબમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તે દવાઓ લઈ રહ્યો છે અને તેની સાઇડ ઇફેક્ટને કારણે તેનું વજન વધ્યું છે. તે થોડા સમય બાદ એકદમ ઠીક થઈ જશે.

સૂત્રોના મતે, સિદ્ધાર્થની નિકટની મિત્ર શહનાઝને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેણે અધવચ્ચે શૂટિંગ છોડી દીધું છે. ઉલ્લેખનીય છે કે શહનાઝ તથા સિદ્ધાર્થ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. થોડાં સમય પહેલાં બને ટીવી રિયાલિટી શો ‘ડાન્સ દિવાને’માં સાથે જોવા મળ્યા હતા.

સિદ્ધાર્થનો 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2008માં તેણે ‘બાબુલ કા અંગના છૂટે ના’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #MindBlown ? into this cosmic journey of imagination and let your thoughts soar! ✨ Don’t just explore, savor the excitement! ? Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page